તાપી જિલ્લામાં એક મહિલા રસ્તા પરથી ભૂલી પડી ગઈ હતી.ત્યારે રાત્રિના સમયે અભયમ ટીમએ મહિલાને સુરક્ષિત સ્થાન પર આશ્રય આપીને માનવતા મહેકાવવામાં આવી હતી.
તાપી જિલ્લામાં એક અજાણી મહિલા રસ્તાથી ભૂલી પડેલી મળી આવી હતી. ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા મદદ કરવાની ભાવનાથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને મદદ માંગી હતી. જે બાદ તાપી જિલ્લા અભયમ ટીમ સ્થળ પર પહોંચી હતી.અને અભયમ ટીમ એ મહિલાનું કાઉન્સેલિંગ કરતા માલુમ પડ્યું હતું કે, તેણીનું નામ વનિતા પવાર છે. મહિલા તેમના સગા સંબંધીને ત્યાં જવા માટે નીકળી હતી પરંતુ રસ્તો ભૂલી જતા બીજા ગામમાં પહોંચી ગઈ હતી. જોકે તેનું સરનામા અંગે પૂછપરછ કરતા તેણીએ તે અંગે કોઈ જાણકારી આપી નહોતી. પરંતુ રાત્રિના સમયે મહિલા સુરક્ષિત રહેતે હે તુથી અભ્યમ ટીમ એ મહિલાને ઓ.એસ. સી.(વન સ્ટોપ સેન્ટર) ખાતે પહોંચાડી હતી. અભયમ ટીમ દ્વારા રાત્રિ ના સમયે મહિલાને સુરક્ષિત રીતે આશ્રય અપાવીને સરાહનીય કામગીરી કરીને માનવતા મહેકાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590