વિવિધ વિભાગોની મુલાકાત લઇ હોસ્પિટલ ની અવિરત સેવા ને બિરદાવતા જિલ્લા કલેક્ટર ડો.વિપીન ગર્ગ
તાપી જિલ્લાના વ્યારા સ્થિત ભુલાભાઈ જીવણજી પટેલ વૈદકીય ટ્રસ્ટ સંચાલિત જનક સ્મારક હોસ્પિટલમાં નવનિર્મિત ગાયનેક ઓપરેશન થિયેટર નું ઉદ્ઘાટન તથા નવા C-arm મશીનનું પણ શુભ શરૂઆત જિલ્લા કલેક્ટર ડૉ.વિપિન ગર્ગના વરદ્ હસ્તે તકતી અનાવરણ કરી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુભાષ શાહે કલેકટરને આવકારી પુષ્પ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી સન્માન કર્યું.આ શુભ પ્રસંગે ઉપસ્થિત CDHO પોલ વસાવા ,સિવિલ હોસ્પિટલના ડો. ધનસુખભાઈ ગામીત તથા વહીવટી અધિકારી ભાવેશભાઈ સોલંકી,સંસ્થાના મંત્રી આયુષભાઈ, ઉપ પ્રમુખ ડો.અરવિંદભાઈ તથા સહમંત્રી પ્રજ્ઞેશભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કલેકટરે હોસ્પિટલમાં લેમીનાર ફ્લો ઓર્થો ઓ.ટી સર્જીકલ ઓ.ટી તથા લેબર રૂમ ની મુલાકાત લઇ હોસ્પિટલના કન્સલ્ટન્ટ સર્જન ડો. મયંકભાઇ ચૌધરી, ઓર્થોપેડિક સર્જન ડો. આકાશ દેસાઈ, ગાયનેકોલોજીસ્ટ ડો. રવિ ચૌધરી, એનેસ્થેટિસ્ટ ડો. ભાવિકાબેન રેડિયોલોજીસ્ટ, ડો. જયેશ ગામીત સાથે ચર્ચા કરી હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. લેબોરેટરીમાં પેથોલોજીસ્ટ ડો.તેજસ સાથે વિવિધ મશીનની વિગત મેળવી, ICU માં મુલાકાત લઈ ડો. જીગ્નેશ ચૌધરી સાથે ચર્ચા કરી, ફિઝીયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં મુલાકાત લઈ ડો. અર્પિતા ડો. જાહનવી અને ડો.જયશ્રી સાથે ચર્ચા કરી હતી.મંત્રી આયુષ એ ડાયાલિસિસ વિભાગની માહિતી આપતા ફક્ત રૂ. 550 માં અને દરરોજ બે શીફ્ટમાં ડાયાલિસિસ થાય છે એમ કલેક્ટરને જાણકારી આપી હતી.ત્યારબાદ જનરલ વોર્ડ તથા નવનિર્મિત સ્પેશિયલ રૂમ વગેરે વિભાગોની મુલાકાત લઇ હોસ્પિટલ ની અવિરત સેવા ને બિરદાવી હતી.આ ઉપરાંત એલ.કે પટેલ રક્તદાન કેન્દ્ર ની મુલાકાત લઇ મંત્રી ડો.અરવિંદભાઈ પટેલે બ્લડ ડોનેશન કેમ્પ તથા બ્લડ સ્ટોરેજ ટેકનીક થી ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590