તાપી જિલ્લા એલ સી બી એ વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં વરલી મટકાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ૫ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.તેમજ સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા ૨૬,૧૬૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
તાપી જિલ્લા એલસીબી સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,મોરદેવી ગામમાં પૂર્ણા નદી ઉપર આવેલ બ્રીજ ના નીચેના ભાગે બે ઇસમો મુંબઇથી નીકળતા વરલી મટકાના આંકડાઓ લખી પૈસા પર હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા છે.જે બાતમીના આધારે એલસીબી સ્ટાફના માણસોએ પૂર્ણ નદીના બ્રિજ નીચે રેડ કરી હતી.ત્યારે પોલીસે સ્થળ પરથી વરલી મટકાનો આંક લખનાર (૧)વરદાન જાતરીયા ગામીત ,(૨) વિપુલ દીનુ ગામીત,(૩)દિનેશ અમરસીંગ ગામીત (ત્રણેય રહે.દુકાન ફળિયું ગામ. કોસંબીયા તા.વાલોડ જી.તાપી) તથા વરલી મટકાનો આંક લખાવનાર (૧) સુરેશ ગમન ચૌધરી (રહે.દુકાન ફળિયું ગામ. કોસંબીયા તા.વાલોડ જી.તાપી),(૨) રણજીત રમણ હળપતિ (રહે. મોરદેવી ,તા.વાલોડ જી.તાપી) એમ મળી કુલ ૫ ની અટકાયત કરી હતી. તેમજ સ્થળ પરથી રોકડ રૂપીયા ૧૩,૬૬૦/- તથા મોબાઇલ નંગ -૪ જેની કિંમત રૂપિયા ૧૨,૫૦૦/- એમ મળી કુલ કિંમત રૂપીયા ૨૬,૧૬૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને મુંબઈથી વરલી મટકાનો અંક લખવા કામ ઉપર રાખનાર સોહિલ જાકીરભાઇ (રહે. પુલ પાસે,વાલોડ તા.વાલોડ જી.તાપી)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.વાલોડ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી,વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590