તાપી જિલ્લા એલસીબીએ અલગ અલગ દારૂના ગુનામાં નાસતા ફરતા કુલ 5 વોન્ટેડ આરોપીઓને દમણની એક હોટલમાંથી ઝડપી પાડ્યા હતા.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,તાપી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન એ દારૂના ગુનામાં સંડોવાયેલ 5 આરોપીઓ દમણ ખાતે એક હોટલમાં જોવા મળ્યા છે.જે બાતમી ના આધારે તાપી જિલ્લા એલસીબીએ દમણ સ્થાનિક પોલીસની મદદ મેળવી દમણ ખાતે તપાસ કરી હતી અને દેવકા હાઉસ હોટલ માંથી (૧) કિરણ ઉર્ફે કિરીટ મણીલાલ ચૌધરી, (ઉ.વ.૪૬, રહે. ભાટી ફળીચુ. બોરખડી ગામ તથા ફ્લેટ નં. ૨૦૨, નેા કોમ્પલેક્ષ, ગોલ્ડન નગર, પાનવાડી તા.વ્યારા, જી.તાપી ),(૨) હેમંત જગુ ચૌધરી, (ઉ.વ.૩૩ રહે.નિશાળ ફળીયુ, ખડકા ચીખલીગામ, તા.સોનગઢ, જી.તાપી ),(૩) આશીષ ઉર્ફે પાંડુ અર્જુન ચૌઘરી (ઉ.વ.૩૧, રહે. ભાટી ફળીયુ, બોરખડી ગામ, તા.વ્યારા, જી. તાપી), (૪) રતિલાલ ઉર્ફે રતુ સંજયભાઇ ગામીત (ઉ.વ ૩૫, રહે. પુરવ ફળીયુ, કનાળાગામ, તા.સોનગઢ જી.તાપી), (૫) જીતેન્દ્ર ઉર્ફે જીતુ વિનોદ ચૌધરી (ઉ.વ ૨૪, રહે. ગોડાઉન ફળીયુ ,બડતલ ગામ, તા.માંડવી, જી.સુરત ) એમ 5 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,કિરણ ઉર્ફે કિરીટ મણીલાલ ચૌધરી એ હાલમાં વ્યારા,સોનગઢ,વાલોડ અને સુરત જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનમાં કુલ ૯ જેટલા ગુન્હામાં વોન્ટેડ છે,તેમજ આ અગાઉ કિરણ ઉર્ફે કિરીટ ચૌધરી ૧૮ જેટલા દારૂના ગુન્હામાં પોલીસના હાથે લાગેલ છે. હેમંત ચૌધરી કાકરાપાર પોલીસ મથકે વોન્ટેડ હતો.આશિષ ઉર્ફે પાંડુ ચૌધરી વ્યારા અને સુરત જિલ્લા ગ્રામ્ય બારડોલી પોલીસ મથકે કુલ ૪ ગુન્હામાં નાસતા ફરતા હતા.રતિલાલ ઉર્ફે રતુ ગામીત સોનગઢ પોલીસ મથકે દારૂના ગુનામાં નાસતો ફરતો હતો .તાપી જિલ્લા એલ સી બી એ પાંચેય વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી જે તે પોલીસ મથકને આરોપીઓને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590