તાપી જિલ્લા એલ સી બી એ નિઝરના કેસરપાડા ગામના ચાર રસ્તા પાસેથી છોટા હાથી ગાડીમાં લઈ જવાતા ગેરકાયદેસર વિમલ પાન મસાલા ના જથ્થા સાથે 2 ને ઝડપી પાડ્યા હતા.તેમજ કુલ કિંમત રૂપિયા 18,30,416/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો નિઝરના કેસર પાડા ચાર રસ્તા ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રુમકીતલાવ તરફથી એક અશોક લેલેન્ડ કંપનીનો છોટા હાથી જેવી ગાડી રજી. MH-39-AD-1877 આવતા તેની તપાસ કરવામાં આવી હતી.ત્યારે ગાડીમાંથી ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો વિમલ પાન મસાલા નો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે ગાડી સવાર (1)વિનોદ પપ્પુ પાડવી (ઉ.વ.24 રહે.નંદુરબાર, સરગમ કોલોની તાજી.નંદુરબાર મહારાષ્ટ્ર), (2)રાહુલ વાસુદેવ પાટીલ (ઉ.વ.30 રહે.નંદુરબાર શિવાજી રોડ તા.જી.નંદુરબાર મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી. તેમજ વિમલ પાન મસાલા તથા તમાકુના પેકેટ નંગ 13,262 જેની કિંમત રૂપિયા 15,20,416 /- તથા અશોક લેલન્ડ ગાડી જેની કિંમત રૂપિયા 3 લાખ તથા બે મોબાઇલ જેની કિંમત રૂપિયા 10 હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા 18,30,416/-નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર,વિમલ પાન મસાલા નો જથ્થો નિઝર ખાતે આવેલ હોલા શેઠ(રહે.નંદુરબાર )ના ગોડાઉનમાંથી લઈને નંદુરબાર ખાતે વેચાણ કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. નિઝર પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590