વ્યારાના વિરપુર ગામના રેલવે ગરનાળા પાસે બાઈક પર દારૂના જથ્થાની હેરફેર કરતા બે ઝડપાયા, 38 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે 2 ને વોન્ટેડ જાહેર કર્યા છે.
તાપી એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિરપુર ગામના રેલવે ગરનાળા પાસે બાઈક દારૂનો જથ્થો ભરી લઈ જનાર છે. બાતમી ના આધારે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ વિરપુર ગામના રેલવે ગરનાળા પાસે વોચ ગોઠવી હતી.ત્યારે હોન્ડા યુનિકોર્ન મોટર સાયકલ નં.GJ-05-PM-9970 આવતા તેની તપાસ કરવામાં આવી હતી. મોટરસાયકલ માં ચોર ખાનુ બનાવી તથા બાઇકસવાર એ પોતાના શરીરે પેટના ભાગે સેલોટેપ વડે ચોટાડેલ ગેરકાયદેસર ભારતીય બનાવટનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેમાં કુલ બોટલો નંગ - 190 જેની કિંમત 13,300 /- મળી આવી હતી.જે બાદ પોલીસે મોટર સાયકલ પર સવાર (1)મેહુલ સુરેશભાઈ ગામીત અને (2)કુણાલ નરોત્તમભાઇ ગામીત (બંને રહે. કનાળા તા.સોનગઢ જી.તાપી) 2 ની અટકાયત કરી હતી.
તેમજ ફૂલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 13,300/- તથા મોબાઈલ કિંમત રૂપિયા 500/- તથા વોટર સાયકલ જેની કિંમત રૂપિયા 25,000/- એમ મળી કુલ કિંમત રૂપિયા 38,800/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો ભરી આપનાર સંદીપ વસંત ગાવીત (રહે. હીરા ફળિયુ, લક્કડકોટ જી. નંદુરબાર ,નવાપુર) તથા દારૂનો જથ્થો મંગાવનાર ઉકેડાભાઇ બાલુભાઈ હળપતિ (રહે.નવા ફળિયા ગામ. આફવા તા.બારડોલી જી.સુરત ગ્રામ્ય)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગેની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધી, વોન્ટેડ આરોપીઓની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590