તાપી જિલ્લા એલસીબીએ સોનગઢ તાલુકાના કનાળા ગામની સીમમાં ગેરકાયદેસર ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમતા ૬ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.તેમજ સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા ૮૯,૨૮૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,કનાળા ગામની સીમમા મીંઢોળા નદી ઉપર આવેલ પુલ નીચે પુલના વચ્ચેના ભાગેના પીલર ની બાજુમા ખુલ્લા માં કેટલાક ઇસમો ભેગા મળી ગંજીપાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમી રહ્યા છે.જે બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ મીંઢોળા નદી ઉપર આવેલ પુલ નીચે પુલના વચ્ચેના ભાગેના પીલર ની બાજુમા ખુલ્લામા રેડ કરી હતી.ત્યારે ૬ જેટલા ઈસમો ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમતા જોવા મળ્યા હતા.જે બાદ પોલીસે સ્થળ પરથી (૧) નરેશ ભુલજી ગામીત( ઉ.૫૫ રહે . કનાળા, નદી ફળીયુ, તા.સોનગઢ જી.તાપી ),(૨) સુલતાન ઉકા ગામીત (ઉ.વ ૫૬ રહે. કનાળા નદી કળીયુ તા.સોનગઢ જી. તાપી), (૩) ઇશ્વર ઉર્ફે પોસલા દુકાડીયા ગામીત (ઉ.વ.૫૦ રહે.ચોરવાડ ,ભાઠી કળીયુ. તા. સોનગઢ જી.તાપી), (૪) રામસીંગ નરોત્તમ ગામીત (ઉ.વ.૩૩ રહે.ચોરવાડ, નિશાળ ફળીયા તા.સોનગઢ જી.તાપી), (૫) સુરેશ ચંપક ગામીત (ઉ.વ.૪૧ રહે.ચોરવાડ કુવા ફળીયા, તા.સોનગઢ જી.તાપી )(૬) કમલેશ હીરા ગામીત( ઉવ.૫૫ રહે.ચોરવાડ કુવા ફળીયું તા.સોનગઢ જી.તાપી) એમ મળી કુલ ૬ ની ધરપકડ કરી હતી.તેમજ સ્થળ પરથી રોકડા રૂપિયા ૧૨,૭૮૦/- તથા મોબાઇલ નંગ-૦૪ જેની કિંમત રૂપિયા ૬,૫૦૦/- તથા મોટર સાયકલ નંગ ૦૩ જેની કિંમત રૂપિયા ૭૦,૦૦૦/- એમ મળી કુલ કિ.રૂ.૮૯,૨૮૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. સોનગઢ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590