તાપી જિલ્લા એલસીબીએ નિઝરના વાંકા ચાર રસ્તા પાસે સ્કોર્પિયો માં લઇ જવાતા ગેરકાયદેસર પાસ પરમીટ વગર ના પાન મસાલાના જથ્થા સાથે 2 ને ઝડપી પડ્યા હતા.તેમજ પોલીસે કિંમત રૂપિયા 3.74 લાખનો વિમલ પાન મસાલાના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા 6.79 લાખનો જથ્થો જપ્ત કર્યો હતો.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો વાંકા ચાર રસ્તા ઉપર વાહન ચેકિંગમાં હતા.તે દરમિયાન નિઝર તરફથી એક સ્કોર્પીયો કાર રજી.MH-12-FU-8796 ગાડી રોડની સાઇડમાં ઉભી રાખી પોલીસે ગાડીની ચેકિંગ કરતા પાસ પરમીટ વગરનો ગેરકાયદેસર વિમલ પાન મસાલાના 10 કંતાનના કોથળાઓ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે કાર સવાર (1)કિશોર શર્મા (ઉ.વ.27 રહે.-શાહદા ગણેશનગર તા.શાહદા જી.નંદુરબાર મહારાષ્ટ્ર) અને (2)નવેદ રહીમ મેમણ (ઉ.વ.27 રહે.શાહદા માજીનગર બી.ડી.પાટીલ રોડ તા.શાહદા થી નંદુરબાર મહારાષ્ટ્ર)ની ધરપકડ કરવામાં આવી હતી.તેમજ પાન મસાલા ના જથ્થાની કુલ કિંમત રૂપિયા 3.74 લાખ,સ્કોર્પિયો કાર જેની કિંમત રૂપિયા 2 લાખ તથા મોબાઇલ નંગ 2 જેની કિંમત રૂપિયા 1.05 લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા 6.79 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર,વિમલ પાન મસાલાનો જથ્થો નિઝર ખાતે આવેલ હોલા શેઠ( રહે-નંદુરબાર )ના ગોડાઉનમાંથી લઈને શાહદા ખાતે વેચાણ કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ,તાપી જિલ્લાના છેવાડે આવેલ નિઝર તાલુકો જે મહારાષ્ટ્ર રાજ્ય ને અડીને આવેલ હોવાથી મોટાભાગે વિમલનો જથ્થો નિઝર માંથી નંદુરબાર ખાતે મોકલવામાં આવતા હોય છે.તાપી જિલ્લા એલસીબી દ્વારા હાલ એક કારમાં લઈ જવાતો વિમલનો જથ્થો પકડી પાડ્યો છે.જો તાપી પોલીસ અને જીએસટી અધિકારીઓ દ્વારા નિઝર તાલુકામાં આવેલા વિમલ ના ગોડાઉન પર જઈ બિલ તથા માલની તપાસ કરે તો મોટા પાયે બિલ વગર નો વિમલનો જથ્થો મળી આવે તેમ છે.
નિઝર તાલુકા ખાતે આવેલ હોલા શેઠ( રહે-નંદુરબાર )ના ગોડાઉનમાંથી ભૂતકાળમાં ઘણી વખત વિમલ ના જથ્થાની ચોરી થઈ ચૂકી છે,તેમ છતાં આ વેપારી દ્વારા નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી નથી.તાપી જીએસટી વિભાગ અને તાપી પોલીસ દ્વારા નિઝર ખાતે આવેલા તમામ વિમલ ના ગોડાઉન ની તપાસ કરવામાં આવે તો મોટા પાયે જીએસટીની ચોરી પકડાઈ શકે તેમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590