વાલોડ તાલુકાના તીતવા ગામમાં ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમતા 8 જુગારીઓ ઝડપાયા, તેમજ પોલીસે કુલ કિંમત રૂપિયા 83,605/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તાપી જિલ્લા એલસીબી સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,વાલોડ તાલુકાના તીતવા ગામ ખાતે સુમુલ ડેરીની સામે આવેલ સ્વાગત પ્લાઝા નામના શોપિંગ સેન્ટરમાં પહેલા માળે રૂમ નં.384-બી-5 માં કેટલાક ઇસમો પૈસા પર ગંજી પાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે એલસીબી સ્ટાફના માણસોએ તીતવા ગામના સ્વાગત પ્લાઝા નામના શોપિંગ સેન્ટરમાં પહેલા માળે રૂમ નં.384-બી-5 માં રેડ કરી હતી.જે દરમિયાન 8 જેટલા ઇસમો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી (1) રતનસિંઘ હરીસિંઘ રાજપુત (રહે.સ્વાગત પ્લાઝા દુકાન નં.18/એ તીતવા તા.વાલોડ જી.તાપી મૂળ રહે પીપલીયા તા. કરેડા જી.ભીલવાડા રાજસ્થાન), (2) રાજેશ સંજીવ દાસ (રહે. સ્વાગત પ્લાઝા પહેલા માળે રૂમ નં.૭ તીતવા ગામ તા.વાલોડ જી.તાપી મુળ રહે અલીપુર ગામ તા.કુમરગામ જી. ચુ અલીપુર વાર પશ્ચિમ બંગાળ), (3) સત્યેન શિશિર બર્મન ( રહે. સ્વાગત પ્લાઝા પહેલા માળે રૂમ નં.૪ સીતવા ગામ તા.વાલોડ જી.તાપી મૂળ રહે. જશોડાગા ગામ તા.સામકતોલા જી. ન્યુ જલપચગડી પશ્ચીમ બંગાળ) (4) દૈયવીર પરીમલ દાસ ( રહે .સ્વાગત પ્લાઝા પહેલા માળે રૂમ નં.5 તીતવા ગામ તા. વાલોડ જી,તાપી મૂળ રહે.મગદુઅલીવડી ગામ તા.કુમરગામ જી. ન્યુ અલીપુર પશ્ચિમ બંગાળ), (5) પરેશ શરદ બર્મન (રહે.સત્યનારાયણ સો મીલ સ્વાગત પ્લાઝા ની બાજુમાં તીતવા ગામ તા.વાલોડ જી.તાપી, મૂળ રહે.હાઇબ્રીડ ભસ્તી તા.ખોડીબડી જી.દાર્જીલીંગ પ. બંગાળ ),(6) ચંદન સરજીત સરદાર (રહે.સ્વાગત પ્લાઝાના પહેલા માળે રૂમ નં.7 તીતવા ગામ તા.વાલોડ જી.તાપી મૂળ રહે.હલ્દીપુરા તા.કુમરગામ જી.અલીપુર પશ્ચીમ બંગાળ), (7) સંજય રવિ બર્મન (રહે .સત્યનારાયણ શો મીલમાં સ્વાગત પ્લાઝા ની બાજુમાં તીતવા ગામ તા. વાલોડ જી.તાપી મૂળ રહે. ઉત્તર બાય ગડી તા.જી અલીપુર ધ્વાર પશ્ચીમ બંગાળ), (8) નિતેશ આશીના ખડીયા (રહે. સ્વાગત પ્લાઝાના પહેલા માળે રૂમ નં.9 તીતવા ગામ તા.વાલોડ જી.તાપી મૂળ રહે.મત્તો હલ્દીવડી થાના કુમાર ગ્રામ તા.જી.અલીપુર ધ્વાર પ. બંગાળ) એમ મળી કુલ 8 જુગારીઓની અટકાયત કરી હતી.
તેમજ સ્થળ પરથી દાવના રૂપિયા 9000/- તથા જુગાર રમવા માટેના હાથ ઉપર રાખેલ રૂપિયા 49,105/- તથા મોબાઇલ ફોન નંગ-6 જેની કિ.રૂ.25,500/- એમ મળી કુલ કિંમત રૂપિયા 83,605/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ અંગેની ફરિયાદ વાલોડ પોલીસ મથકે નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590