Latest News

તાપી એલસીબીએ ગણતરીના કલાકોમાં મોટરસાયકલ ચોરી કરનાર બે ચોરટાઓને ઝડપી પડ્યા

Proud Tapi 26 Sep, 2023 04:04 AM ગુજરાત

ઉચ્છલના પરચૂલી  ગામ માંથી ચોરાયેલ મોટરસાયકલને તાપી પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી,તેમજ મોટરસાયકલ ચોરી કરનાર 2 ચોર ઇસમને ઝડપી પાડ્યા હતા.

ઉચ્છલ તાલુકાના થુટી ગામના સુદામ ગુલિયા ગામીતની હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજી.નં.GJ -26-R-2605 પરચૂલી ગામ માંથી ચોરી થઈ હતી.જે બાદ તા.25/09/2023 ના રોજ મોટરસાયકલ ચોરી અંગેની ફરિયાદ ઉચ્છલ પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી.જેથી  તાપી  પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.ત્યારે  એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,બે ઇસમો ચોરીની હીરો કંપનીની સ્પેલેન્ડર પ્લસ મોટર સાયકલ સાથે પાખરી ગામની સીમમાં હાઇવે નં.૫૩ ઉપર ફરે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સ્થળ પર પહોંચ્યા હતા.અને વિપુલ હંસરાજ ગાવીત (ઉ.વ.૨૦ રહેલક્કડકોટ હીરા ફળીયુ તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર) તથા યોવન મણીલાલ ગામીત (ઉ.વ.૨૮ રહે.થૂટી ગામ ઉપલું ફળીયુ તા.ઉચ્છલ જી.તાપી ) ને ઝડપી પડ્યા હતા.તેમજ તેમની સાથે ચોરીની મોટરસાયકલ પણ રિકવર કરવામાં આવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post