વ્યારાના ખુશાલપુરા ગામમાંથી કારમાં દારૂના જથ્થાની હેરફેર કરતા દંપતીની તાપી એલસીબીએ અટકાયત કરી હતી અને 1.7 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે 2 બે વોન્ટેડ જાહેર કર્યા છે .
તાપી એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખુશાલપુરા નેશનલ હાઇવે નંબર 53 રેલવે ઓવરબ્રિજ પર વ્યારા થી સુરત જતા ટ્રેક પાસે કારમાં દારૂનો જથ્થો ભરી લઈ જનાર છે.જે બાતમીના આધારે તાપી જિલ્લા એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસોએ ખુશાલપુરા ગામ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન હુન્ડાઇ સેન્ટ્રો કાર નં. GJ-05-CD-3139 આવતા તેની તપાસ કરવામાં આવી હતી.ત્યારે કાર માંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ની સીલ બંધ કુલ બોટલો નંગ 330 મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 25,520 /- જે બાદ કાર ચાલક મનીષભાઇ મંગાભાઇ નાયકા ( રહે. હાલ- એરાફળીયુ, દેલવાડા, તા.વાલોડ, જી.તાપી, મૂળ રહે. કરંજીગામ, વાંકી પાડા, તા.નવાપુર, જી.નંદુરબાર મહારાષ્ટ્ર )અને તેમની પત્ની પુનમબેન ની અટકાયત કરવામાં આવી હતી.
તેમજ પોલીસે દારૂનો જથ્થો આપણા નવાપુરના ઈસમને તથા દારૂનો જથ્થો મંગાવનાર અભય બુધિયાભાઈ હળપતિ (રહે. અકોટી તા.બારડોલી જી.સુરત ગ્રામ્ય)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.અને પોલીસે ઝડપી પાડેલ દારૂ નો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા 25,520/- તથા કારની કિંમત 1,50,000/- તથા રોકડ રૂપિયા 1220/- અને મોબાઈલ નંગ 1 જેની કિંમત રૂપિયા 500 /- હોય એમ મળી કુલ કિંમત રૂપિયા 1,77,240/- નો મુદ્દામાલ પોલીસે જબ કર્યો હતો. પોલીસે ગુન્હો નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590