તાપી જિલ્લા એલ સી બી એ સોનગઢ આરટીઓ પાસેથી કારમાં લઈ જવાતા ગેરકાયદેસર પાસ પરમીટ વગર દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પાડ્યા હતા. તેમજ પોલીસે કુલ કિંમત રૂપિયા ૧.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,હ્યુન્ડાઈ કંપનીની વેરના કાર રજી. નં.GJ -08-CK-8845 માં બે ઇસમો મહારાષ્ટ્રના નવાપુર થી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી હાઇવે પરથી પસાર થઈ સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસની સ્ટાફના માણસોએ સોનગઢ નવા આરટીઓ પર વોચ ગોઠવી હતી. તે વેળાએ કાર રજી. નં.GJ -08-CK-8845 આવતા પોલીસે ખાનગી વાહનો ની આડાસ કરી આયોજન પુર્વક કોર્ડન કરી કાર રોકી હતી અને તેની તપાસ કરી હતી.ત્યારે કાર માંથી અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે કારમાં સવાર પ્રદીપ લખુમલ વાધવા(હાલ રહે.રંગભવન સામે મફતનગર સિંધુ નગર ભાવનગર તા.જી.ભાવનગર, મુળ રહે પોપટપરાની બાજુમા સિવમપાર્ક-૩ રેલનગર,પાર્થ સ્કુલ પાસે રાજકોટ શહેર)અને અમિત સુરેશ સાહિત્ય (રહે. દુર્ગા કોલ ડીપી, જન સિંઘનગર ભાવનગર તા.જી.ભાવનગર)ની અટક કરી હતી.અને કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૭૩ હજાર તથા કાર જેની કિંમત રૂપિયા ૫૦ હજાર તથા મોબાઈલ નંગ -૨ જેની કિંમત રૂપિયા ૧૦ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૧.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.તેમજ અન્ય એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.સોનગઢ પોલીસે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590