સોનગઢ તાલુકાના ચાંપાવાડી ગામમાંથી બે મહિના અગાઉ ટ્રકની ચોરી થઈ હતી.ત્યારે તાપી જિલ્લા એલસીબીએ રાજસ્થાનમાંથી ચોરાયેલા ટ્રક સાથે 1 ની અટકાયત કરી હતી.
બે માસ અગાઉ સોનગઢ તાલુકાના કુમકુવા ગામની સીમમાં આવેલી સ્વસ્તિક સ્ટોન કવોરી ના વજન કાંટા ની બાજુમાં કપચી ભરેલી ટાટા કંપનીનો ટ્રક પાર્ક કરેલ હતો.જેનો રજી. નંબર GJ-19 -X-3532 હોય ત્યારે તે ૧૫ લાખ રૂપિયાનો ટ્રક ચોરી થઈ ગયો હતો.જે બાદ ટ્રક માલિકે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
તાપી જિલ્લા એલસીબી સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,ચોરીમાં ગયેલ ટાટા ટ્રક નં.- GJ-19-X-3532 હાલમાં સુનિલ ગોગરાજ જાંગીડ (રહે. મંડરેલા રોડ, ઝુનઝુનુ ,રાજસ્થાન ) પાસે છે. ત્યારબાદ તાપી એલ સી બી એ સ્થાનિક પોલીસની મદદથી સુનિલ ગોગરાજ જાંગીડને પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ટ્રક તેણે કમીશન એજન્ટ જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુલાલ વૈષ્ણવ (રહે.મેડતા સીટી, તા. & થાના- મેડતા, જી.નાગોર રાજસ્થાન) મારફતે ઓમપ્રકાશ ચોકીદાર (મૂળ રહે. ઇટાવડા, થાના પાદુકલા, તા.દેગાણાં, જી. નાગોર, રાજસ્થાન હાલ રહે. અમદાવાદ જ્યાનુ પુરૂ સરનામુ ખબર નથી )ની પાસેથી ૭.૫ લાખ રૂપીયામાં ખરીદી મોહંમદ અલતાફ મોઇનુદિન ખાન કયામખાની( રહે. મંડરેલાગામ, તા.ચિડાલા, જી.ઝુનઝુનુ રાજસ્થાન)ને વેચી દીધું છે.જે બાદ મોહમ્મદ અલતાફ ના ઘરે જઇ તપાસ કરતા તે હાજર મળી આવેલ નહિ,તેના ભાઇ સાજીદ ભાઇ ને ટ્રક બાબતે પુછપરછ કરતા તે ટ્રક ઘર નજીક પાર્ક કરેલ મળી આવ્યો હતો.અર્લ.સી.બી.એ શકમંદ જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુલાલ વૈષ્ણવ, (રહે. મુળ રહે. ડી/૧૬૧, ગાંધીનગર કોલોની, હાલ- માલી મહોલ્લા, જોધપુર ચોકી, મેડતા સીટી, તા. થાના- મેડતા, જી.નાગોર રાજસ્થાન)ની અટકાયત કરી હતી. તેમજ શકમંદને સોનગઢ પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590