તાપી જિલ્લા એલ સી બી એ કારમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો સોનગઢના આરટીઓ ચેક પોસ્ટ પાસેથી બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.તેમજ કારમાં સવાર બે ઇસમોની અટકાયત કરી એક ને વોન્ટેડ જાહેર કર્યો છે.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સોનગઢના આરટીઓ ચેક પોસ્ટ પાસેથી એક કારમાં દારૂ લઇ જવામાં આવનાર છે,જે બાતમીના આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી ઊભી હતી તે દરમિયાન સામેથી આવતી મારુતિ સુઝુકી કંપનીની અર્ટીગા કાર નં.GJ-26-A-4683 ને ઉભી રાખી તપાસ કરતા તેમાંથી સીલ બંધ ઇંગ્લિશ દારૂની કુલ બોટલ/ ટીન નંગ -૮૧૬ જેની કિંમત રૂ.૮૧,૬૦૦ નો જથ્થો મળી આવ્યો હતો.તેમજ કારમાં સવાર અર્જુનભાઈ જગનભાઇ વણઝારા (રહે.રુમકીતલાવ, રામ મંદિર ફળિયુ, તા .નિઝર, જી.તાપી )તથા ચંદ્રેશ ભગવાનભાઇ ખત્રી (રહે.નવાપુર, ભગત વાડી, તા.નવાપુર, જી.નંદુરબાર)ની અટક કરવામાં આવી હતી.અને દારૂનો જથ્થો પૂરો પાડનાર નવાપુરના સુનિલભાઈ ઉર્ફે દાઢીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
તેમજ કુલ બોટલો/ટીન નંગ-૮૧૬ જેની કુલ કિં.રૂ.૮૧,૬૦૦/- તેમજ કાર સવાર પાસેથી મળેલ મોબાઇલ નંગ-૩ જેની અંદાજિત કિં.રૂ.૧૩,૦૦૦/- હોય તેમજ અર્ટીકા કાર જેની કિં.રૂ.૩,૦૦,૦૦૦/-એમ મળી કુલ રૂ.૩,૯૪,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.તાપી lcb એ ગુન્હો નોંધી આગળની તપાસ સોનગઢ પોલીસને સોંપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590