Latest News

તાપી lcb નો સપાટો : ઉચ્છલના પાંખરી પાસેથી કારમાં લઈ જવાતો દારૂ સાથે બે ને ઝડપી, બે વોંટેડ જાહેર કર્યા

Proud Tapi 19 May, 2023 03:45 PM ગુજરાત

 

તાપી  એલસીબીએ ઉચ્છલ તાલુકામાં રૂ. ૧.૮ લાખના દારૂના જથ્થા સાથે બે ની અટક કરી,બે વોન્ટેડ જાહેર કર્યા. તાપી એલસીબીએ બાતમીના આધારે ઉચ્છલ તાલુકાના પાંખરી ગામની સીમમાંથી પસાર થતા ને.હા.53 પર મારુતિ સુઝુકી કંપનીની અર્ટિગા કારની તપાસ કરતા તેમાં થી ભારતીય બનાવટનો રૂ.૧,૮૬,૧૨૦ /- નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો.

તાપી lcb પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનોમાં બેસી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ઉચ્છલ તાલુકાના પાંખરી ગામેથી એક કારમાં દારૂ લઇ જવામાં આવનાર છે.જે બાતમીના આધારે તાપી lcb પોલીસ સ્ટાફના માણસો વોચ ગોઠવી ઊભા હતા ત્યારે ઉચ્છલ તરફથી એક સફેદ કલરની અર્ટીગા કાર નં.GJ-0 5-JP-3694 આવી રહી હતી ત્યારે તાપી  એલસીબી પોલીસ સ્ટાફના માણસો એ તેને ઉભી રાખીને તેની ચકાસણી કરતાં ગાડી  બે શખ્સો બેઠેલા હતા.અને ગાડીની પાછળની સીટમાં અને ડીકીમાં પાસ પરમીટ વગરનો અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ (૧)નીતીન દિલીપભાઇ પટેલ ( રહે. અંબાચ ગામ પટેલ ફળિયુ તા.પારડી જી.વલસાડ ),(૨) જીગર ઇશ્વરભાઇ પટેલ ( રહે.મોટી વાંકડ સ્કૂલ ફળીયુ નાની દમણ ) નાની ધરપકડ કરવામાં આવી હતી.તેમજ સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની અર્ટીકા કાર નં. GJ-05-JP-3694 જેની  કિં. રૂ. ૩,૦ ૦,૦૦૦/- હોય,પાસ પરમીટ વગરની ભારતીય બનાવટની ઇગ્લીશદારૂ સીલબંધ કુલ બોટલો નંગ-૩૬૯ (કુલ લીટર ૨૭૬ .૭૫૦) જેની કુલ કિં. રૂ.૧,૮૬,૧૨૦/- હોય,મોબાઇલ નંગ-૨ જેની કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૪,૯૬,૧૨૦/- ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,સેલવાસના નરોલી ખાતેથી પંકજભાઈ ઉર્ફે લાલુભાઇ એ (રહે.નરોલી.પૂરા નામ ઠામ ની ખબર નથી.)દારૂનો જથ્થો ભરી આપ્યો હતો જે  કુણાલ ( રહે.પલસાણા. જેના પૂરા નામ ઠામ ની ખબર નથી.) સુધી પહોંચાડવાનો હતો. જે બાદ આ બંને શખ્સો ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post