આવો જાણીએ વ્યારામાં કઈ બ્રાન્ડ કેટલામાં મળે છે,આઈબી અને ડી એસપી જેવી વિસ્કી રૂપિયા ૨૫૦ થી લઈ ૩૦૦ સુધી સરળતાથી મળી જાય છે,જ્યારે બીયરની અલગ અલગ બ્રાન્ડ રૂપિયા ૨૦૦ થી લઈ ૩૦૦ સુધી માંગો તે બ્રાન્ડ મળી જાય છે.આ આંકડાઓ પ્રાઉડ તાપીની ટીમ દ્વારા કરવામાં આવેલ સ્ટ્રીંગ ઓપરેશન માં બહાર આવ્યા છે. |
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે ઠેર ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ અને ઇંગ્લિશ દારૂ નું વેચાણ થતું જોવા મળી રહ્યું છે.જેના કારણે તાપી એસઓજી અને એલ સી બી તથા વ્યારા ટાઉન પોલીસ પર અનેક સવાલ ઉઠવા પામ્યા છે.
વ્યારા ટાઉનમાં બિલાડીની ટોપની જેમ દેશી દારૂની ભઠ્ઠીઓ અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ જોવા મળે છે.વ્યારા પોલીસ દારૂના દુષણ ને દૂર કરવામાં તો નિષ્ફળ રહી હોય એવું જોવા મળી રહ્યું છે.વ્યારા પોલીસ સ્ટેશનના કેટલા ખાખી ધારી દ્વારા દારૂ નું વેચાણ કરતા બુટલેગરો પાસે થી ઉઘરાણી કરીને તેમને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેવું નજરે દેખાઈ રહ્યું છે.
તાપી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના માત્ર 1 કિ.મી. ના વિસ્તારમાં જ ઇંગ્લિશ દારૂ તથા દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા જોવા મળી રહ્યા છે. જે બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ જોઈતો હોય તે સરળતાથી મળી રહે છે.
વ્યારા નગરમાં જે રીતે વોર્ડ પ્રમાણે સભ્યો જોવા મળે છે, તે જ રીતે વોર્ડ પ્રમાણે બુટલેગરો દારૂ નું ગેરકાયદેસર વેચાણ કરતા જોવા મળે છે ,તેમ છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.જોકે તેમાં પોલીસની હપ્તા પદ્ધતિ છે કે શું ...?!
વ્યારા ટાઉનમાં ઇંગ્લિશ દારૂ તથા દેશી દારૂના અડ્ડાઓ વ્યારા પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહ્યા હોય તેવું અહિયાં ચિત્ર જોવા મળી રહ્યું છે.છેલ્લા ગત દિવસોમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વ્યારા માં દરોડા પાડી મોટા પ્રમાણમાં દારૂ તથા જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.ત્યારે પણ વ્યારા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી.
તાપીમાં નશાખોરી ના પાપે કેટલીક મહિલાઓ વિધવા બની છે.તેમજ રોજે રોજની રોજી કમાનાર શ્રમજીવી, મજુરીયાત વર્ગ, ગરીબ વર્ગ નાં પરિવારોમાં સૌથી વધુ તેનો ભોગ બનતા હોય છે.ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ના માત્ર 1 કિલોમીટર ની હદમાં છડે ચોક ખુલ્લેઆમ દારૂનું વેચાણ કઈ રીતે થઈ શકે ? બીજી તરફ યુવાધન પણ દારૂની નાશા ખોરી નો ભોગ બની રહ્યું છે, ત્યારે પોલીસની કાર્યવાહી સામે સંદેહ વ્યક્ત કરવામાં આવે તે સ્વાભાવિક છે.
ત્યારે વ્યારા ટાઉન પોલીસ તો બૂટલેગરો પાસે થી ઉઘરાણી કરીને મોજ માણી રહી હોય તેવું અહિયાં જોવા મળી રહ્યું છે.ત્યારે તાપી એસઓજી અને એલસીબી દ્વારા આ દારૂના અડ્ડાઓ પર ક્યારે લગામ લગાવવામાં આવશે તે જોવું રહ્યું !કે પછી એલસીબી દ્વારા પણ ચલતા હૈ ચલને દો કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે !
અત્રે ઉલ્લેખનીય છે કે , તાપી જિલ્લા એલસીબી અને એસઓજીના બેધ્યાનપણાની વલણને કારણે જ વ્યારા ટાઉન પોલીસ દ્વારા ઉઘરાણી કરવામાં આવી રહી છે..! બુટલેગરો વ્યારા ટાઉન પોલીસના જોરે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ના એક કિલોમીટરના દાયરામાં જ ગેર કાયદેસર દારૂનું વેચાણ કરી રહ્યા છે.
વ્યારા ટાઉન પોલીસને તો ગાંધી છાપ માં જ રસ હોય તેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.ત્યારે તાપી જિલ્લા એલ સી બી અને એસ ઓ જી દ્વારા બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવે અને વ્યારા ટાઉન પોલીસના ભ્રષ્ટ કર્મચારીઓ ને ઉઘાડા પાડવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590