તાપી એસ ઓ જી પોલીસ સ્ટાફ એ સુરત જિલ્લાના બારડોલી ગ્રામ્ય,સોનગઢ અને ડોલવણ પોલીસ મથકે દારૂના ગુનામાં નાસતા ફરતા ત્રણ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યા હતા.
તાપી જિલ્લા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, સોનગઢમાં દારૂના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ જોવા મળેલ છે.જેના આધારે એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસોએ વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.જે બાતમીના આધારે સુરત જિલ્લાના બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી વિકી શૈલેષગીરી ગોસ્વામી (રહે.સોનગઢ હાથી ફળીયુ તા.સોનગઢ જી.તાપી ) તથા સોનગઢ પોલીસ મથકે દારૂના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી સુંદરભાઇ ભંગીયાભાઇ ગામીત (રહે.લક્કડકોટ બંગલી ફળીયું, તા.નવાપુર જી.નંદરબાર મહારાષ્ટ્ર ) અને ડોલવણ પોલીસ મથકે દારૂના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી જતીનભાઇ શુકરીયાભાઇ ગામીત (રહે.મેઢસીંગી આમલી ફળીયુ, તા.સોનગઢ જી.તાપી) ને સોનગઢ માંથી ઝડપી પાડવામાં આવ્યા હતા .તેમજ આરોપીઓને જે તે પોલીસ સ્ટેશનને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590