Latest News

તાપી જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખે વ્યારા APMCની ચૂંટણી લડવા કોંગ્રેસની પેનલમાંથી ફોર્મ ભર્યું,જાણો શું છે વિગત..

Proud Tapi 22 Jul, 2023 05:12 PM ગુજરાત

જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવનાર દિવસોમાં વ્યારા APMC ની ચૂંટણી યોજાવા જઈ રહી છે.અને હાલમાં ચુંટણીની સમગ્ર તૈયારી ચાલી રહી છે,  ત્યારે જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ અરવિંદભાઈ રૂમસિંગભાઈ ચૌધરી એ કોંગ્રેસની પેનલમાંથી APMCની ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યું છે.જેના કારણે રાજકારણ ગરમાયું હોય તેવું જોવા મળી રહ્યું છે.

અરવિંદભાઈ ચૌધરી નો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે,ભાજપ સાથે કોઈ નારાજગી નથી, પરંતુ સ્થાનિક ભાજપ સંગઠનની  અનીતિના કારણે APMCની ચૂંટણી કોંગ્રેસની પેનલમાંથી લડી રહ્યો છું. ભાજપ એ હિન્દુત્વમાં માનનારી પાર્ટી છે.ત્યારે સ્થાનિક સંગઠન એ ધારાસભ્યની ચૂંટણી વખતે ખ્રિસ્તી ને ધારાસભ્ય માટેની ટિકિટ આપવામાં આવી હતી.તેવું તેમણે જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદભાઈ ચૌધરીને ભારતીય જનતા પાર્ટી સામે કોઈ પણ પ્રકારની નારાજગી નથી, પરંતુ સ્થાનિક સંગઠન અદેખાઈ કરીને જુના મહેનતુ કાર્યકર્તાઓને સાઈડલાઈન કરતું હોવાના કારણે ઉપપ્રમુખનું પદ અને ભાજપ છોડવા મજબૂર બન્યા છે.

ભાજપ સંગઠન માંથી અરવિંદભાઈ ચૌધરી છૂટા થઈ રહ્યા છે તેની પ્રોસેસ  હજુ ચાલી રહી છે ,તેવામાં કોંગ્રેસની પેનલમાંથી ચૂંટણી લડવા માટે અરવિંદભાઈ મેદાને આવતા જુના કાર્યકર્તાઓના મનમાં પણ અસમજ  જોવા મળી રહી છે.અને અનેક સવાલો જૂના કાર્યકર્તાઓના મનમાં જોવા મળી રહ્યા છે. 

તાપી જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ મયંક જોશીનો ટેલીફોનીક સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે,અરવિંદભાઈ ચૌધરી એ APMC ની ચૂંટણી લડવા માટે કોંગ્રેસની પેનલમાંથી ફોર્મ ભર્યું છે.તેમજ તેમને ઉપ પ્રમુખ ના હોદ્દા પરથી હટાવવાની કાર્યવાહી એક બે દિવસમાં પૂર્ણ થઈ જશે. 

તાપી જિલ્લા ભાજપ સંગઠનની ભેદભાવભરી નીતિ ના કારણે આવનાર સમયમાં સ્થાનિક ભાજપ સંગઠનમાં કાર્યકર્તાઓ વચ્ચે મતભેદ કે નારાજગી સર્જાય તો નવાઈ નહીં.!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post