વ્યારાના વેલ્દા ગામમાં જી. ઇ.બી.ની પાસે ડુગરી પર વરલી મટકાનો જુગાર રમતા 2 ની અટક કરવામાં આવી.તેમજ 14,400/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અને 2 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વેલ્દા ગામ જી.ઇ.બી.ની પાસે ડુંગરી ઉપર બે ઇસમો મોબાઇલમાં કંઈક કરતા હોય જેથી તેમને ચેક કરવા જતા પોલીસને જોઇ નાસવા લાગ્યા હતા જોકે પોલીસે બંનેને ઝડપી પાડયા હતા.જે બાદ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે,ટીવન્સ ટીંકલ પીયુષભાઇ ગામીત (રહે.છીડીયા નવી કોલોની તા.વ્યારા જી.તાપી)એ મોબાઈલ ફોનમાં આવતા જતા લોકો પાસેથી મુંબઈ થી નિકળતા વરલી મટકાના હારજીતના આંકડા ઉપર પૈસા વત્તી જુગાર ના આંકડાઓ લખે છે.તેમજ મહેન્દ્ર વસનજીભાઇ ગામીત ( રહે.પેરવડ હોળી ફળીયુ તા.વ્યારા જી.તાપી)એ મુંબઈ થી નીકળતા વરલી મટકા નો જુગાર નો આંક લખાવવા માટે આવ્યા હતા. ત્યારે પોલીસે બંનેની અટકાયત કરી હતી.
તેમજ સ્થળ પરથી રોકડ રૂપિયા 4,400 /- તથા મોબાઇલ નંગ - 2 જેની કિંમત રૂપિયા 10,000/- હોય એમ મળી કુલ કિંમત રૂપિયા 14,400/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને ટીવન્સ ગામીતને જુગારના કામ પર રાખનાર જીગ્નેશ ઉર્ફે જીગો માછી રામુભાઇ ઢીમ્મર (રહે.વ્યારા સ્મશાન પાસે વ્યારા તા.વ્યારા જી.તાપી) અને ઉમેશ (જેનું નામ ઠામ જણાઇ આવેલ નથી )ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ અંગેની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590