Latest News

તાપી જિલ્લા એલસીબીએ ગણતરીના દિવસોમાં નિઝરના રૂમકીતળાવ ખાતે થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો

Proud Tapi 06 Nov, 2023 05:37 PM ગુજરાત

મહેશ પાડવી (પ્રતિનિધિ ) : નિઝર તાલુકાના રૂમકીતળાવ ખાતે આવેલ ધારેશ્વર જવેલર્સની દુકાનમાંથી ત્રણ અજાણ્યા ઈસમોએ ૧.૮૯ લાખના દાગીનાની ચોરી કરી હતી.ત્યારે  તાપી જિલ્લા એલ સી બી એ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ એક ઈસમને નંદુરબારના એકતા નગર થી ઝડપી પાડ્યો હતો.તેમજ ચોરીના મુદ્દામાલ સહિત કુલ કિંમત રૂપિયા ૭.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,રુમકીતલાવ ગામે ધારેશ્વર જ્વેલર્સમાંથી જે ચોરી થઈ હતી,તેના  મુદ્દામાલ સાથે આરોપી એકતાનગર નંદુરબાર (મહારાષ્ટ્ર) ખાતે પોતાના રહેણાંક મકાન ખાતે હાજર છે.જે બાતમીના આધારે તાપી જિલ્લા પોલીસ સ્ટાફના માણસો એકતાનગર ખાતે પહોંચ્યા હતા.અને આરોપી હરપાલસિંગ ઓમકારસિંગ શિકલીકર (ઉં.વ.૩૨ હાલ રહે. નલવા રોડ, મહાડા કોલની, એકતાનગર, નંદુરબાર તા.જી.નંદુરબાર મહારાષ્ટ્ર મૂળ રહે.પાંચોરી ગાંવ તા.ખતનાર જી.બુરહાનપુર થાના મતનાર મધ્ય પ્રદેશ)ની અટક કરી હતી.તેમજ તેના ઘરમાંથી અલગ અલગ પ્રકારના દાગીના કુલ્લે નંગ- ૧૫૦ જેનું કુલ વજન ૦૯ કિલ્લો ૯૫૦ ગ્રામ જેની કુલ્લે કિંમત રૂ.૬,૯૬,૫૦૦/- તથા  ગુન્હામાં વપરાયેલ મોટર સાયકલ રજી.નં. GJ-05-SL-7913 જેની કિંમત  રૂપિયા ૧.૩૦,૦૦૦/- એમ મળી  કુલ કિંમત રૂપિયા ૭,૨૬,૫૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને ચોરીના ગુન્હામાં સંડોવાયેલ અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે ગુન્હામાં સંડોવાયેલ હરપાલસિંગ ઓમકાર સિંગ શિકલીકર ની અટક કરી,વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post