સોનગઢ તાલુકાના વૈકુર ગામ ખાતેથી પૈસા પર હારજીતનો જુગાર રમતા 10 જુગારીઓની અટકાયત કરવામાં આવી,તેમજ સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા 41,980/-નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે,સોનગઢ તાલુકાના વૈકુર ગામના નિશાળ ફળીયામાં તાપી નદી કિનારાની બાજુમા આવેલ એરીકેશન બંગલીની બાજુ માં ખુલ્લા માં કેટલાક ઇસમો ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે એલસીબી સ્ટાફના માણસોએ વૈકુર ગામના એરીકેશન બંગલીની બાજુમા ખુલ્લામા રેડ કરી હતી.ત્યારે 10 જેટલા ઇસમો ગંજી પાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ઝડપાયા હતા.જે બાદ પોલીસે સ્થળ પરથી (1) ભીમસીંગભાઈ માલજીભાઈ ચૌધરી (રહે.વાધનેરા ડુંગરી ફળીયું, તા સોનગઢ જી.તાપી),(2) વિનયભાઇ રૂપસીંગભાઇ ચૌધરી(રહે.વૈકુર,નિશાળ ફળીયુ તા.સોનગઢ જી.તાપી),(3)ઉમેશભાઇ ગોવિંદભાઇ ગામીત (રહે.વૈકુર નિશાળ ફળીયુ તા.સોનગઢ જી.તાપી),(4)રવિન્દ્રભાઈ વિનોદભાઈ ચૌધરી (રહે વાઘનેર,ખાડી ફળીયુ તા.સોનગઢ જી તાપી),(5) ચંદુભાઇ બાજીયાભાઇ ચૌધરી ( રહે.વાધનેરા ખાડી ફળીયુ તા.સોનગઢ જી.તાપી,(6)મધુર્સીંગભાઇ ઘડાભાઇ ચૌધરી ( રહે.વૈકુર જુની બાલવાડી ફળીયુ તા.સોનગઢ જી.તાપી),(7) રાજેશભાઈ દરસિંગભાઇ ચૌધરી(રહે.વૈકુર જુની બાલવાડી ફળીયુ તા.સોનગઢ જી.તાપી),(8)જ્યોતિષીભાઇ માનસિંગ ભાઈ ચૌધરી (રહે.વૈકુર ,નિશાળ ફળીયુ તા.સોનગઢ જી.તાપી), (9) દિનેશભાઇ રમણભાઈ ચૌધરી (રહે.વાઘનેરા બાડી ફળીયુ તા.સોનગઢ જી.તાપી),(10) મગનભાઈ ખાતરીયાભાઇ કાથડીયા (રહે.વૈકુર નિશાળ ફળીયુ તા.સોનગઢ જી.તાપી) એમ મળી કુલ 10 જુગારીઓની અટકાયત કરી હતી.
તેમજ પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 20,480/- તથા મોબાઇલ નંગ-07 જેની કિ.રૂ.21,500/- એમ મળી કુલ કિ.રૂ.41,980/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગેની ફરિયાદ સોનગઢ પોલીસ મથકે નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590