Latest News

ટીમ ઈંડિયાએ રાજકોટમાં ઈતિહાસ રચી દીધો: ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી જીત, અંગ્રેજોના છોત્તરા કાઢી નાખ્યા

Proud Tapi 18 Feb, 2024 12:03 PM ગુજરાત


યશસ્વી જાયસવાલ, શુભમન ગિલ અને સરફરાઝ ખાને કમાલ કર્યા બાદ આપણા બોલરોએ ધમાલ મચાવી, તેના દમ પર ભારતે ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 434 રને હરાવી દીધું છે. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈંડિયાની રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત છે. ભારત તરફથી આપવામાં આવેલા 557 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 122 રનમાં પાણીમાં બેસી ગઈ હતી. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમમાં રમાયેલી સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચની બીજી ઈનિંગ્સમાં યશસ્વી જાયસવાલે રેકોર્ડ ડબલ સેન્ચુરી કરી, શુભમન ગિલ 9 રનથી સદી ચૂકી ગયો. સરફરાઝ ખાનને ધૂંઆધાર ઈનિંગ્સ રમી. બીજી ઈનિંગ્સમાં રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી. આ અગાઉ ટીમ ઈંડિયાની સૌથી મોટી જીત 372 રનની હતી, જે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 2021માં વાનખેડેમાં જીતી હતી. આ જીતથી ભારતે 5 મેચની સીરીઝમાં 2-1ની લીડ બનાવી લીધી છે.

યુવાન ઓપનર યશસ્વી જાયસવાલે (Yashasvi Jaiswal) બીજી ઈનિંગ્સમાં 236 બોલમાં 14 ચોગ્ગા અને 12 છગ્ગાની મદદથી નોટઆઉટ 214 રન બનાવ્યા, જ્યારે શુભમન ગિલ (Shubman Gill) 151 બોલ પર 91 રન બનાવીને આઉટ થયો હતો. સરફરાઝ ખાને 72 બોલમાં 68 રન નોટઆઉટ રહ્યો હતો. પહેલી ઈનિંગ્સમાં 445 રન બનાવનારી ટીમ ઈંડિયાએ પોતાની બીજી ઈનિંગ્સમાં 4 વિકેટના દમ પર 430 રન પર ઘોષિત થઈ. ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગ્સમાં 319 રન બનાવ્યા. પહેલી ઈનિંગ્સમાં 126 રનની લીડ પ્રાપ્ત કરનારી ટીમ ઈંડિયાએ મહેમાન ઈંગ્લેન્ડને 557 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post