વહાબ શેખ ,નર્મદા : નર્મદાના નાંદોદ તાલુકામાં આવેલ માંગરોલ ગામમાં વ્યાજખોરનો આતંક જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે નાણાં ન ચૂકવવામાં આવતા, ચક્રવૃદ્ધિ વ્યાજ ચડાવી દેતા નાણાં ન ચૂકવાયા તો આખરે તેમનું ઘર બળજબરીથી કઢાવી લીધું.
નાંદોદ તાલુકાના માંગરોલ ગામના જયંતીભાઈ જેસંગભાઈ પટેલ (રહે. માંગરોલ તા.નાંદોદ જી.નર્મદા) ના ભાઈ રાજેશભાઈની પત્નીને સારવાર માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં જયંતીભાઈ એ કંચનભાઈ મુળજીભાઈ પટેલ (રહે.માંગરોલ તા.નાંદોદ જી.નર્મદા) પાસેથી વર્ષ-૨૦૧૮ માં માસિક ૩ % ના વ્યાજે રૂ.૮,૦૦,૦૦૦/- રોકડથી લીધા હતા. જે મુદ્દલ રકમનું રૂ.૨૪,૦૦૦/- વ્યાજ દર મહિને ચૂકવતા હતા. પરંતુ લોકડાઉનમાં વ્યાજની ચુકવણી ન થતાં વ્યાજખોર કંચનભાઇએ આઠ લાખના મુદ્દલ પર ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત મુદ્દલ મળી કુલ રૂ.૧૭,૦૦,૦૦૦/- ની વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી. વ્યાજ સહિત મૂડી પરત નહિ આપવામાં આવે તો જયંતીભાઈ ને જાનથી મારી નાખવાની ધાક-ધમકીઓ આપવામાં આવી હતી. જયંતીભાઈ પાસે પૈસા ની સગવડ ન થતાં કંચન પટેલ એ માંગરોલ ગામે જયંતીભાઈ નું વડિલોપાર્જીત ઘર નંબર ૨૨૬ વાળી મિલકત તેમના દિકરા રાકેશ કંચનભાઈ પટેલના નામે કરાવી તેમની મિલકત બળજબરીથી કઢાવી લીધી હતી. અને જયંતીભાઈના મકાનની બાજુમાં તેમની ચા-નાસ્તાની દુકાન પણ ખાલી કરાવવા માટે પિતા પુત્ર દ્વારા વારંવાર દબાણ કરવામાં આવે છે. જેના કારણે જયંતીભાઈ એ આખરે પોલીસ મથકે પહોંચ્યા હતા.અને આ અંગેની ફરિયાદ રાજપીપળા પોલીસ મથકે નોંધાવી હતી.જે બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590