તાપી જિલ્લામાં ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૨મી જન્મજ્યંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.વ્યારા,સોનગઢ ,નિઝર અને કુકરમુંડા તાલુકાઓમાં રેલી યોજી નાચગાન સાથે ડો. બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૨ મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ નિઝર તાલુકાના મુખ્ય નિઝર મથકે સાંજના સમયે નિઝર ગામમાં રેલી યોજી નાચગાન સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી .
નિઝર તાલુકા સહિત અનેક તાલુકાઓમાં ભારતરત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની ૧૩૨મી જન્મજ્યંતિની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નિઝર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌ પ્રથમ બુદ્ધ વંદના કરાઇ હતી.ત્યારબાદ ડો. બાબાસાહેબ આંબેડકર અને બુદ્ધ ભગવાનની પ્રતિમા ને હાર અને ફૂલો અર્પણ કરી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં નિઝર ગામના સરપંચ ચંદાબેન અજીતભાઈ પાડવી તેમજ પંકજભાઈ અગ્રવાલ ,દીપકભાઈ પટેલ ,અજીતભાઈ પાડવી સહિત અનેક નિઝર ગામના સામાજિક કાર્યકરો સહિત નિઝરના પી એસ આઈ સુરેશ દેશલે હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ ગુલાલે,ભાવેશ મહિરે,રાહુલ થોરાત,ગૌતમ ગુલાલે અને ભીમ રત્ન યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590