આઝાદી કા અમૃત મહોત્સવ ને યાદગાર વર્ષ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં અમૃત સરોવર નિર્માણ નું પ્રયોજન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ તમામ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરનું નિર્માણ ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવ્યું હતું. જેમા તાપી જિલ્લામાં “અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ અંતર્ગત ૧૪૭ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ શુભ દિને દેગામા ગામ ખાતે તાપી જિલ્લાના ૫૩માં અમૃત સરોવરનું લોકાર્પણ હળપતિ અને ભૂમિહિન ખેત મજુરોના આવાસ બાંધકામ સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રભાઇ ફતેહસિંગ ગામીતના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જિલ્લાના વિવિધ ઉચ્ચ અધિકારીઓ,સિંચાઈ વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનોએ સાથે મળી અમૃત સરોવરના કિનારે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.નોંધનીય છે કે,અમૃત તળાવના નિર્માણ અંતર્ગત અન્ય તળાવોના નિર્માણની કામગીરી સિંચાઇ વિભાગના કા.પા.ઇ ડી.આર.પટેલના નેતૃત્વમાં અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ ના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590