દર વર્ષે અષાઢી બીજના રોજ પૌરાણિક માન્યતા મુજબ જગતના નાથ ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઇ બલરામજી સાથે ભક્તોને દ્વારા દર્શન આપવા રથયાત્રા પર નગર ચર્ચાએ નીકળતા હતા. જે માન્યતાને અનુસરી આજે પણ ભગવાન ના ધામ જગન્નાથપુરીથી લઇ દેશભરમાં અષાઢી બીજે ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ ભગવાનના રથને ખેંચી ધન્યતા અનુભવે છે. આ રથયાત્રાનું આયોજન તાપી જિલ્લાના વ્યારા ખાતે પણ ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવે છે. જેમાં સમરસતાના ભાવથી દરેક સમાજના લોકો સહભાગી બને છે.
વ્યારા ફડકે નિવાસ સ્થિત શ્રી રાધેકૃષ્ણ મંદિરે થી સતત 8 માં વર્ષે તા.20 મી જૂને રથયાત્રા યોજાશે.જેમાં ફાળકે નિવાસ વિસ્તારના તમામ લોકો રથ યાત્રામાં સહભાગી બને છે.બપોરે 2-30 કલાકે નીકળનારી રથયાત્રા નું સામૈયું શ્રી લાડ વણિક સમાજ દ્વારા શ્રી બાલકૃષ્ણ લાલજી ની હવેલી સુરતી બજાર ખાતે કરવામાં આવશે. જાહેર માર્ગ થઇ સયાજી સર્કલ થઈ મહાદેવ સૌમિલ સ્થિત રાધા કૃષ્ણ મંદિર ખાતે ભક્તોની ઉપસ્થિતિમાં પૂર્ણાહુતિ કાર્યક્રમ અને મહાપ્રસાદી યોજાશે. પૌરાણિક માન્યતા અનુસાર બહેન સુભદ્રા એ જગન્નાથપુરી શહેર જોવાની ઈચ્છા કરી હતી.ત્યારે ભગવાને બહેન સુભદ્રા અને ભાઈ બળદેવજીને રથમાં બેસાડી શહેર બતાવવા નીકળ્યા હતા. પ્રવાસ દરમિયાન ગુંડીયા નગરમાં માસીના ઘરે પહોંચ્યા અને 7 દિવસ રોકાયા હતા.અને અને કહેવાય છે કે ત્યારથી આ પરંપરા ચાલતી આવી છે. આ મહોત્સવને ગુંડીયા યાત્રા,પતિત પાવન યાત્રા, જનકપુરી યાત્રા,ઘોષ યાત્રા, નવા દિવસની યાત્રા કે દશાવતાર યાત્રા તરીકે પણ યોજાય છે. તેથી વ્યારા ખાતે પણ ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રાના મહાપર્વમાં સહભાગી થવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590