ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ તેમજ આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે, આહવા ખાતે નવ નિર્મિત કોર્ટના બિલ્ડીંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ એ જણાવ્યુ હતુ કે,કોર્ટનુ ભારણ ઓછું થાય તે રીતે કાર્યવાહી કરી કેસોમા સમાધાન થાય તે જરૂરી છે. તેમને વકીલોને પણ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.આગામી સમયમાં પેપર લેસ કોર્ટ થશે.આ ઉપરાંત ડાંગ જિલ્લાના બાળકો જ્યુડિશિયલ સિસ્ટમમાં આવી ઉચ્ચ અભ્યાસ કરે તે માટે પણ તેમણે આહવાન કર્યુ હતુ.અધ્યતન સુવિધાઓથી સજ્જ 11 કરોડના ખર્ચે ટૂંકા સમયગાળામાં કોર્ટનુ બિલ્ડીંગ તૈયાર કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજ્ય સરકાર પ્રજાના સર્વાંગી વિકાસ માટે કાયમ કટ્ટીબ્ધ છે.પ્રજાના સર્વાંગી વિકાસની સાથે ન્યાયીક વ્યવસ્થા જાળવણી પણ ખુબ જરૂરી છે, તેમ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું.પ્રજાને થતા અન્યાય ની સામે ન્યાય અપાવવા માટે ની ન્યાયીક પ્રણાલિ ન્યાયતંત્ર હાથ ધરે છે. લોકશાહીનો આધાર ન્યાયિક તંત્ર છે. જે માટે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ન્યાય વ્યવસ્થા માટે 2016 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
અદ્યતન સુવિધાઓ સાથે ઉપલબ્ધ આહવા કોર્ટ બિલ્ડીંગ 5 કોર્ટ રૂમ, જિલ્લા ન્યાયાધીશ, અધિક તેમજ સિવિલ ન્યાયાધીશની કોર્ટ, ચેમ્બર, બાર રૂમ, ઇન્કવાયરી રૂમ, કોન્ફરન્સ હોલ, રજીસ્ટ્રાર અને વહીવટી બ્રાન્ચ વગેરે સુવિધાઓ સાથે ઉપલબ્ધ છે.
નવસારી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ એ.કે.રાવે કાર્યક્રમની આભારવિધિ આટોપી હતી.આ કાર્યક્રમ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના રજીસ્ટાર આર.કે.દેસાઈ, રાજ્ય સરકારના સચવીઓ,આહવાના પ્રિન્સીપાલ સિવિલ જજ એસ.એ.મેમણ,વિધાનસભા નાયબ દંડક વિજયભાઇ પટેલ,ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોર,નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ, અધિક નિવાસી કલેકટર પી.એ.ગાવિત,આહવા બાર એસોસિએશન ના પ્રમુખ એસ.સી.બારે તેમજ મોટી સંખ્યામાં નવસારી- આહવાના વકીલશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590