ઓલ ઈન્ડિયા એસોસિએશન ઓફ ઈન્ડસ્ટ્રીઝે કહ્યું છે કે, ઈકોનોમિક સર્વેમાં આ વર્ષ માટે 6.5-7 ટકાના જીડીપી વૃદ્ધિના અનુમાનથી ભારતીય અર્થતંત્રને આશા જાગી છે. એસોસિએશનના પ્રમુખ, ડૉ. વિજય કલંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સર્વેક્ષણે MSMEsને અર્થતંત્રની કરોડરજ્જુ તરીકે યોગ્ય લેખાવ્યા છે અને MSME ક્ષેત્રના નિયંત્રણ મુક્ત અને ડિજિટાઇઝેશન પર ભાર મૂકવાની બાબતને આવકારી હતી.ડૉ. કલંત્રીએ આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા કૃષિ, MSME, ખાનગી રોકાણ, ગ્રીન ટ્રાન્ઝિશન ફાઇનાન્સિંગ, શિક્ષણ-રોજગાર જેવા છ ક્ષેત્રો પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે સરકારની પ્રશંસા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590