સોનગઢ પોલીસ સ્ટેશનના જેલમાંથી ગત એક દિવસ પહેલા એક આરોપી ભાગી જતા તાપી જિલ્લા પોલીસ દોડતી થઈ હતી અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.પ્રાથમિક મળતી માહિતી અનુસાર સોનગઢ પોલીસ સ્ટેશનના જેલમાંથી તોહીદ લીયાકત અયુબ મનસુરી દરવાજા નો લોક તોડી ભાગી જઈ સુરતના કડોદરા વિસ્તારમાં પહોંચ્યા હતો.અલગ અલગ ગુનામાં સંડોવાયેલ તોહીદ લીયાકત અયુબ મનસુરી કડોદરા વિસ્તારમાં બાઈક ચોરી કરી રહ્યો હતો તે દરમિયાન લોકોએ તેને પકડી લઈ પોલીસને હવાલે કર્યો હતો.તાપીના સોનગઢના જેલમાંથી આરોપી ભાગી જવાની જાણ સુરત પોલીસને પણ કરેલ હોય કડોદરા પોલીસ આરોપીને તાપી પોલીસના હવાલે કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590