તાપી જિલ્લા પુરવઠા વિભાગ આ અંગે વાકેફ છે કે નહિ ? કે પછી વાકેફ ન હોવાનું ઢોંગ કરવામાં આવી રહ્યું છે તે તો તંત્ર જ જાણે...!
તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ,નિઝર,વ્યારા વગેરે તાલુકાઓમાં રેતીની લીઝ ચાલતી હોય, તેવામાં નાવડી ચલાવવા માટે લીઝ ધારકો એ મોંઘુ ડીઝલ ના ખરીદવું પડે તે માટે થઈને તેઓ ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ની ખરીદી કરી રહ્યા છે. જેના કારણે તાપી જિલ્લામાં અનેક સ્થળોએ થી બાયોડીઝલના વેચાણ કર્તા લીઝ ધારકો લીઝ સુધી બાયોડીઝલ પહોંચાડી આપે છે અને તેનું ગેરકાયદેસર વેચાણ કરે છે.
વેચાણકર્તાના સ્થાનેથી લીઝ ધારકો સુધી પહોંચવાના રસ્તામાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ અંગે કોઈ કાર્યવાહી થઈ નથી કે પછી પોલીસને પણ આ અંગે કોઈ જાણ નથી ? અને જો અસલમાં પોલીસને આ અંગે કોઈ જાણકારી નથી તો પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં જોવા મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર,સરકારી તંત્રોની નિષ્ક્રિયતા,રાજકીય પીઠબળ અને ચોક્કસ કાયદાકીય ગાઈડલાઈનના અભાવને લઈને જિલ્લાના હાઈવે પરથી બાયો ડીઝલ ભરીને લઈ જવામાં આવે છે. ડીઝલની કિંમતો કરતાં લગભગ 20 - 25 ટકા ઓછા ભાવે આ ભેળસેળયુક્ત બાયોડીઝલ મળતું હોવાથી વિઝા ધારકો નો મોટો વર્ગ તેનો ઉપયોગ કરે છે. બાયોડીઝલ માં ઉપયોગમાં લેવાના મૂળ તત્વ ઈથેનોલ નું વેચાણ કે ખરીદી ગેરકાયદે નથી પણ જિલ્લામાં માં(અને ગુજરાતમાં)મળતા મોટા ભાગના બાયોડીઝલ માં ભેળસેળ હોય છે. થોડું ક્રૂડ તેલ આયાત કરી તેમાં થોડું બાયો ડીઝલ,થોડું ડીઝલ તેમજ અમુક જ્વલનશીલ કેમિકલ મિક્સ કરીને આવું બાયોડીઝલ તૈયાર કરી લેવાતું હોય છે. જ્વલનશીલ પદાર્થ હોવાને લઈને બાયોડીઝલના વેચાણ માટે દસથી બાર જાતની પરવાનગી લેવાની હોય છે જે મોટે ભાગે લેવાતી નથી એટલે પોલીસ એ ધોરણે કાર્યવાહી કરી શકે જ્યારે પુરવઠા વિભાગ ભેળસેળના મુદ્દે કાર્યવાહી કરી શકે છે પરંતુ પોલીસ અને અને પુરવઠા વિભાગને આ અંગે યોગ્ય પગલાં લેવામાં રસ છે કે નહિ તે તો આવનારો સમય જ બતાવશે...!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590