બુહારી મિશ્ર પ્રાથમિક શાળામાં અઠવાડિયા પહેલા શાળાના ઓફિસ રૂમ માંથી બારીનો લોખંડનો સળીયો વાંકો કરી અંદર ઘૂસી જઈ. ઈસમ દ્વારા ASUS કંપનીનું લેપટોપ અને ટેબલેટ કુલ કિંમત રૂ.૨૫,૦૦૦/- ની ચોરી થઈ હતી. જેની ફરિયાદ શાળાના પ્રિન્સિપાલ પ્રજ્ઞેશભાઈ પરમાર દ્વારા વાલોડ પોલીસ મથકે નોંધવામાં આવી હતી. જે બાદ પોલીસે ચોરની ધરપકડ કરવાની કામગીરી શરૂ કરી હતી.
શાળામાંથી ટેબલેટનું બિલ મળી આવ્યું હતું. જેની અંદર આઈ.એમ.ઈ.આઈ. નંબર મળી આવ્યો હતો. ત્યારબાદ આઈ.એમ.ઈ.આઈ. નંબરના આધારે પોલીસે ટેબલેટની લોકેશન પ્રાપ્ત કરી હતી. લોકેશન પર જતા પોલીસ ને ટેબલેટ બાળક પાસેથી મળી આવેલ હોય. પોલીસ એ બાળક સાથે પૂછપરછ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે બુહારીના ઉદ્યોગ વાળી માં રહેતા યુવાને બાળકને ટેબલેટ આપેલ છે. બોરડી ફળિયાના ઉદ્યોગ વાડી માં રહેતો ભાવેશ સોલંકી ની વાલોડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ભાવેશ સોલંકી પાસે ચોરીનું લેપટોપ પણ મળી આવ્યું હતું. ઈ.પી.કો. કલમ 454, 457, 380 મુજબ ભાવેશ સોલંકી સામે ગુન્હો દાખલ થયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590