ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફર્મેશન એન્ડ ક્રેડિટ રેટિંગ એજન્સી (આઇસીઆરએ)એ પૂર્વાનુમાન કર્યું છે કે, 2024 - 25નાં નાણાંવર્ષમાં જીડીપી દર 6.8 ટકા રહેશે. જે 2023 - 24ના 8.2 ટકાથી ઓછો છે. ઘરેલું રેટિંગ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારી પુંજીગત વ્યય તેમજ શહેરી ગ્રાહકોના વિશ્વાસમાં ઘટાડાનાં કારણે જીડીપી છ ત્રિમાસિક ગાળામાં સૌથી નીચે રહેશે. જૂનના ત્રિમાસિક ગાળાની વૃદ્ધિના આંકડા સરકાર 30મી ઓગસ્ટનાં જારી કરશે. 2023 - 24ના જૂનના ત્રિમાસિક ગાળામાં જીડીપી 8.2 ટકા હતો. આઇસીઆરએમાં મુખ્ય અર્થશાત્રી અદિતિ નાયરે કહ્યું હતું કે, ચાલું નાણાંવર્ષના જૂન ત્રિમાસિક ગાળામાં સંસદીય ચૂંટણી, કેન્દ્ર અને રાજ્ય સ્તરે સરકારી વ્યય નબળો રહેવાથી કેટલાંક ક્ષેત્રોમાં સુસ્તી જોવા મળી છે. ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)નાં ઉપભોકતા (ગ્રાહક) વિશ્વાસ સર્વેક્ષણ અનુસાર, શહેરી ગ્રાહકોના વિશ્વાસમાં આશ્ચર્યજનક ઘટાડો જોવા મળ્યો છે. વિતેલાં વર્ષે પ્રતિકૂળ ચોમાસાંની લાંબાગાળા સુધી ચાલેલી અસર અને 2024નાં ચોમાસાંની અસમાન શરૂઆતે ગ્રામીણ ભાવનામાં વ્યાપક સુધારો રોકી દીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590