ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબાર ના ઐતિહાસિક લોકમેળાના આગમનના એંધાણની સાથે જ, ડાંગ જિલ્લા વહીવટી તંત્રે સમગ્ર લોકમેળાને વધુ લોકભોગ્ય બનાવવા, તથા તેનાસૂચારુ આયોજન-વ્યવસ્થા બાબતે તૈયારીઓ આરંભી દીધી છે. ઐતિહાસિક ડાંગ દરબારની તૈયારીઓ સમયમર્યાદામાં પૂર્ણ થાય એ માટે તમામ અધિકારીઓને પરસ્પર સંકલનમાં રહીને કામગીરી કરવા માટે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આનંદ પાટીલે અનુરોધ કર્યો હતો.
આગામી તારીખ ૮ થી ૧૨ માર્ચ, ૨૦૨૫ દરમિયાન આહવા ખાતે યોજનારા ડાંગ દરબારમા પધારનારા મહાનુભાવોની વ્યવસ્થાઓ તથા ડાંગની ઐતિહાસિક પરંપરાને અનુરૂપ રાજવીશ્રીઓના સન્માન અને પોલિટિકલ પેન્શન એનાયત કરવાના કાર્યક્રમ સંબંધિત આનુષાંગિક વ્યવસ્થાઓ બાબતે રચાયેલી જિલ્લા કક્ષાની વિવિધ સમિતિઓ દ્વારા આગોતરા આયોજનને અનુલક્ષીને કરવામાં આવેલી કામગીરી અંગે સમિક્ષા કરતાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષમાં એક જ વાર ડાંગ જિલ્લામા આ પ્રકારના કાર્યક્રમો યોજાય છે. જે સુચારૂરૂપે પાર પડે એ આપણાં સૌની જવાબદારી છે. રાજ્યના રાજ્યપાલ આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ રહેવાના હોઇ કાર્યક્રમને અનુલક્ષીને તમામ પ્રોટોકોલનું પાલન થાય એ ઇચ્છનિય છે એમ કહી તેમણે તમામ અધિકારીશ્રીઓ એકબીજાનાં સંકલનમાં રહીને કામગીરીને સમયમર્યાદામાં પુર્ણ કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવનારી તૈયારીઓની સમિક્ષા કરતાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવા સંજોગોમાં કોઇ અવ્યવસ્થા ન સર્જાય એની પણ તકેદારી રાખવાની રહેશે.રાઇડસ્ વગેરે ખાતે તમામ પ્રકારની સુરક્ષાની સવલતો ઉપલબ્ધ હોવા અંગે પણ ખરાઇ કરવા તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના પ્રજાજનોમા અદકેરું સ્થાન મેળવનારા રાજવીશ્રીઓનુ ‘ડાંગ દરબાર’ના મેળા દરમિયાનઐતિહાસિક પોલિટિકલ પેન્શન એનાયત કરવા સાથે, તેમનુ પરંપરાગત રીતે સ્વાગત/અભિવાદન કરવામા આવે છે.
આ અવસરે રાજ્યના રાજયપાલશ્રી વિશેષ ઉપસ્થિત રહી આ પરંપરાને જાળવે છે. તે પૂર્વે રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમોની રમઝટ સાથે રાજવીશ્રીઓની ભવ્ય શોભાયાત્રા પણ આયોજિત કરવામાં આવે છે. જ્યારે મેળાના દિવસો દરમિયાન દરરોજ સાંજે રંગઉપવનના રંગમંચ ઉપર રંગારંગ સાંસ્ક્રુતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590