પ્રાઉડ તાપી - મહેશ પાડવી/નિઝર : નિઝર તાલુકાના રાયગઢ ગામ ખાતે આવેલ રાજીવ ગાંધી ભવન માં તાપી જિલ્લા પ્રમુખના હસ્તે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સ્પર્શ ફાઉન્ડેશન શ્યામ વાટિકા, વ્યારા અને ગામના શિક્ષિત અને સરકારી જોબ કરતા યુવાનોની ભાગીદારી થી બાળકોને જીપીએસસી ,યુપીએસસી,ટેટ ,ટાટ ,તલાટી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લઈ શકે તે હેતુથી રાયગઢ ગામ ખાતે પુસ્તકાલય નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓ વડીલો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.અને ખાસ કરીને તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજભાઈ વસાવા ની અધ્યક્ષતા હેઠળ ગ્રામ પુસ્તકાલય રાયગઢ નું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.જેમાં સ્પર્શ ફાઉન્ડેશન તરફથી બીપીનભાઈની ઉપસ્થિત રહ્યા હતા.જેમાં બાળકોને વધુ સુવિધા યુક્ત લાઇબ્રેરી ઉપલબ્ધ થાય તે માટે ખાતરી આપવામાં આવી હતી. લાઇબ્રેરીને ત્રણ લાખ રૂપિયા જેટલી સહાય સરકાર તરફથી મળી રહે તે માટે ખાતરી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજ વસાવા તરફથી આપવામાં આવી હતી.લાયબ્રેરી ને મેનેજમેન્ટ કરવામાં રાયગઢ પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષકુમાર કે વસાવા અને ગામના જાગૃત યુવાન રીતેશભાઈ શાંતિલાલભાઈ પાડવી એ સમગ્ર આયોજન તેમજ ફંડ ભેગું કરી લાઇબ્રેરીની શરૂઆત કરવાની કામગીરી કરી સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.ગામના સરપંચ શરદ નાઈક ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત ગ્રામજનો વતી બાળકોને તમામ સુવિધાઓ લાયબ્રેરીમાં મળી રહે તેના માટે ખાતરી આપવામાં આવી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590