ડોલવણ તાલુકાના ગાંગપુર ગામમાં ગત તારીખ ૨૭/૦૪/૨૦૨૩ ના રોજ નિશાળ ફળિયામાં આવેલ દૂધ ડેરી પાસે આવેલ કચરો નાખવાના ખાડામાં અજાણી સ્ત્રીની લાશ મળી આવી હતી. જે બાદ ડોલવણ પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો અને તાપી જિલ્લા એસ ઓ જી તથા એલ સી બી અને સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી નો દોર શરૂ કરવામાં આવ્યો હતો.
તાપી એસઓજી,એલસીબી અને સ્થાનિક પોલીસે સંયુક્ત રાહે બાતમી ના આધારે વ્યારા રેલવે સ્ટેશન પાસેથી હત્યા કરનાર ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, હત્યા કરનાર ઈસમ સતિષભાઈ સુભાષભાઈ કાથુડ ( રહે.રહે.જૂની કાછલી તા.ઉચ્છલ જી.તાપી ) ની પત્ની રમીલાબેન સુમનભાઈ ગામીત ( રહે. ભડભુંજા, મંદિર ફળિયુ, તા.ઉચ્છલ જી.તાપી ) નાઓ બંને અલગ અલગ ગામોમાં ફરી કચરો વીણવાનું તથા છૂટક મજૂરી કામ કરતા હતા.સતિષભાઈ એ તેમની પત્ની ઉપર આડા સંબંધ અંગે શક - વહેમ રાખી તેણીને મૂઢ માર મારી હત્યા કરી હતી.જે અંગે ઈ.પી.કો.કલમ ૩૦૨,૨૦૧ મુજબ ગુનાની આગળની તપાસ ડોલવણ પોલીસને સોંપવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590