ચકવણ અને બંધરપાડા વિસ્તારમાંના બોગસ ડોક્ટરની સાંઠગાંઠ સોનગઢ લોકમાન્ય હોસ્પિટલ સાથે જોવા મળી..! ,પોલીસે લોકમાન્ય હોસ્પિટલ અને જીજાવુ લેબના સંચાલક વિજયભાઇ સુખદેવભાઇ બેડસે અને વિલાસભાઇ શ્રાવણભાઇ શિંદેની ધરપકડ કરતા તાપીમાં બોગસ ડોકટરો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સોનગઢ નગરમાં લોકમાન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ના બોગસ ડોક્ટર હેમંત પાટીલ દ્વારા સોનગઢ ના એક દર્દીનો ઓપરેશન એક માસ અગાઉ કરવામાં આવ્યું હતું. ઓપરેશન કર્યા બાદ દર્દીનું મોત નીપજ્યું હતું. ત્યારે સોનગઢ પોલીસ મથકે દર્દીના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે સોનગઢ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા તપાસમાં લોકમાન્ય મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને જીજાવુ લેબના સંચાલકોની સંડોવણી જોવા મળી હતી. ત્યારબાદ લોકમાન્ય હોસ્પિટલ અને જીજાવુ લેબના સંચાલક વિજયભાઇ સુખદેવભાઇ બેડસે (રહે.સોનગઢ સપ્તેશ્વર નગર, તા.સોનગઢ જી,તાપી મૂળ રહે.ભડગાવ ગામ, તા.સાડી જી.ધુલે મહારાષ્ટ્ર ) અને વિલાસભાઇ શ્રાવણભાઇ શિંદે (હાલ રહે.સોનગઢ સંતશ્વર નગર,તા-સોનગઢ જી.તાપી) ની તા.૦૬/૦૬/૨૦૨૩ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સોનગઢ પોલીસે યોગ્ય તપાસ કરીને દર્દી અને દર્દીના પરિવારને ન્યાય અપાવવા પોતાનો જોર લગાવ્યો છે ત્યારે વોન્ટેડ હેમંત પાટીલની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે એવું જોવા મળી રહ્યું છે.
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ચકવણ અને બંધરપાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ શિક્ષિત લોકો ન હોવાથી તેનો ફાયદો લઈ અન્ય રાજ્યમાંથી માત્ર આયુર્વેદિક ડિગ્રી લઈને એલોપેથીક ડોકટર તરીકે અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની ક્લિનિક ખોલીને પોતાનો ડેરો જમાવીને બેઠા છે.અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે સોનગઢ પોલીસ દ્વારા દર્દીના પરિવારને જે રીતે ન્યાય અપાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.તેવી જ તપાસ ચકવણ અને બંધરપાડા વિસ્તારમાં આવેલ બોગસ ડોક્ટરો સામે કરવામાં આવે તો લોકમાન્ય હોસ્પિટલ અને જીજાવુ લેબના સંચાલકો સાથે આ બોગસ તબીબ ની સાંઠગાંઠ જોવા મળે તે નક્કી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590