આજથી ગાત્રો થીજવતી ઠંડીનો દોર શરૂ થશે, તેજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે, હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતુ જશે, જાણો હવામાન નિષ્ણાતની આગાહી
રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આવામાં આગામીમાં ઠંડી માટે તૈયાર રહવું પડશે. હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે. ડિસેમ્બરના અંત એટલે કે વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયા અને નવા વર્ષની શરૂઆત હવામાનની દ્રષ્ટિએ કેવી રહેશે તે અંગે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ચાલો, જાણીએ આગામી દિવસોમાં ઠંડી અને માવઠાને લઇને શું કરાઇ છે આગાહી?
હવે હાડ થીજવતી ઠંડી માટે તૈયાર થઈ જાવ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. આજથી ગાત્રો થીજવતી ઠંડીનો દોર શરૂ થશે. તેજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે. હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે. 29 ડિસેમ્બરથી જબરદસ્ત કાતિલ ઠંડી રહેશે. જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન છે.નવા વર્ષે એટલે કે જાન્યુઆરી મહિનાની 10, 11 તારીખે ઠંડીનો ચમકારો રહેશે. કચ્છના નલિયામાં 10ડિગ્રીથી ઓછું તાપમાન રહેશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તાપમાન શૂન્ય થઈ શકે છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં તાપમાનનો પારો ત્રણથી ચાર ડિગ્રીએ ગગડી શકે છે.
તેમના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. 29થી 31 ડિસેમ્બર સુધી સિસ્ટમ બનવાની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર થશે. 1થી 5 જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અનેક ભાગોમાં વરસાદની શક્યકતા છે.નોંધનીય છે કે, રાજ્યમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે અને 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. છેલ્લા 3 દિવસથી વાદળછાયું વાતાવરણ હતું અને તાપમાન ઉંચું નોંધાઇ રહ્યું હતું. તેમ છતાં ભારે પવનના કારણે ઠંડીનો અહેસાસ થતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590