ઓગસ્ટ 2023માં તે રૂ. 1.5 લાખ લેતા રંગે હાથ ઝડપાયો હતો, ઘરેથી મળી આવેલા રૂ. 58 લાખનો સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો, નવી FIR
ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ફરી એકવાર અમદાવાદ શહેરના વેજલપુરના તત્કાલીન સબ રજીસ્ટ્રાર તુલસીદાસ મારકણાની ધરપકડ કરી છે. તેની સામે નવો કેસ નોંધવામાં આવ્યો છે. તેના ઘરેથી મળી આવેલા રૂ. 58 લાખના મુદ્દામાલ સંતોષકારક જવાબ ન આપી શકવા બદલ નોંધાયેલા નવા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ એસીબી હેડક્વાર્ટરના મદદનીશ પોલીસ કમિશનર (એસીપી) જી વી પધેરિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે 11 ઓગસ્ટ, 2023ના રોજ એસીબીએ 1.5 લાખની લાંચ લેવાના કેસમાં સબ રજિસ્ટ્રાર તુલસીદાસ મારકણાની ધરપકડ કરી હતી. તેના પર એક દસ્તાવેજની નોંધણી માટે 5,000 રૂપિયાની લાંચ લેવાનો આરોપ હતો, જે અંતર્ગત ACBની ટીમે તેને 30 દસ્તાવેજો માટે 1.5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો.
આ પછી એસીબીની ટીમે તેના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન તેના ઘરમાંથી 58 લાખ 28 હજાર રૂપિયાની રોકડ મળી આવી હતી. એવી આશંકા હતી કે તેણે આ રોકડ લાંચ કે ભ્રષ્ટાચાર દ્વારા એકત્રિત કરી હશે, જેના કારણે તે સમયે પણ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી.
પતિ-પત્નીના નિવેદનમાં વિરોધાભાસ, નવા પુરાવા મળી શકશે
સબ રજીસ્ટ્રાર અને તેમના પત્ની દ્વારા ઘરમાંથી મળી આવેલી રોકડ અંગે કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં બંનેના નિવેદનમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો હતો. તેઓ આ રકમ અંગે કોઈ દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે તેણે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વત દ્વારા આ રકમ એકઠી કરી હતી, જેના કારણે શનિવારે ACB અમદાવાદ શહેર પોલીસ સ્ટેશનમાં નવો કેસ નોંધવામાં આવ્યો છે. આ નવા કેસની તપાસ અમદાવાદ શહેર એસીબી પીઆઈ વી.ડી.ચૌધરીને સોંપવામાં આવી હતી. તેઓએ આ મામલે મારકણાના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાં મારકના હાજર મળી આવ્યો હતો, જેના કારણે શનિવારે આ નવા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590