વાલોડ ગ્રામ પંચાયતને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લોકોને પીવાના પાણીની સુવિધા માટે આપવામાં આવેલ ટેન્કર નો દુરુપયોગ કરીને કોમર્શિયલ બાંધકામ માં તે પાણીનું ટેન્કર નો ઉપયોગ કરી ગેરરીતિ આચરવામાં આવી રહી છે.
તાપી જિલ્લાના વાલોડ ગ્રામ પંચાયત વિસ્તારમાં ચાર રસ્તા પાસે કોમર્શિયલ શોપિંગ સેન્ટરના બાંધકામમાં કેટલાક દિવસોથી વલોડ ગ્રામ પંચાયતના પાણીના ટેન્કર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.વાલોડ ગ્રામ પંચાયતના અમુક વિસ્તારોમાં પાણીની તંગી જોવા મળે છે ત્યાં પાણીના ટેન્કર નો ઉપયોગ ન કરીને કોમર્શિયલ બાંધકામ માં પાણીના ટેન્કર નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જેના કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
વાલોડ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આ પાણીનું ટેન્કર આપીને ગેરરીતિ આચરવામાં આવી છે કે પછી સરપંચ ની જાણ બહાર કોઈક સભ્ય દ્વારા આ પાણીનું ટેન્કર ત્યાં પહોંચાડવામાં આવ્યું છે તે તો પ્રશ્ન રહ્યો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગ્રામ પંચાયતમાં આ પ્રકારનો કોઈપણ ઠરાવ કરવામાં આવ્યો નથી. તેમજ પાણીનું ટેન્કર ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ ટેન્કર કોમર્શિયલ બાંધકામ ના ઉપયોગ માટે નહીં પરંતુ લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે હેતુથી ગ્રામ પંચાયતને ટેન્કર આપવામાં આવ્યું છે.
વાલોડ ગ્રામ પંચાયતના તલાટી મહેશભાઈ પાવાગઢી નો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, આ અંગે નો કોઈપણ ઠરાવ ગ્રામ પંચાયતમાં કરવામાં આવ્યો નથી કે પાણીનું ટેન્કર કોમર્શિયલ ઉપયોગ માટે આપવામાં આવે,આવો કોઈ ઠરાવ ગ્રામ પંચાયતના ચોપડે નથી. તેમજ વધુમાં જણાવ્યું હતું કે એક સભ્યના કહેવાથી આ ટેન્કર આપવામાં આવ્યું છે.
તેથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરીને ત્યાંથી ટેન્કર હટાવવામાં આવે અને ગ્રામ પંચાયત વિસ્તારમાં જ્યાં પાણીની તંગી છે જ્યાં પાણીનું ટેન્કર પૂરું પાડવામાં આવે તે જરૂરી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590