મહેશ પાડવી (પ્રતિનિધિ ) : કુકરમુંડા તાલુકાના આમોદા તર્ફે સતોલા ગામમાં ઘરના આંગણે પાર્ક કરેલ મોટર સાયકલ ચોરી થઈ જતાં,પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. કુકરમુંડા તાલુકાના આમોદા તર્ફે સતોલા ગામના આનંદ સુકનલાલ વળવીએ રાત્રિએ પોતાના ઘરની આગળ આવેલા શેડમાં હીરો કંપનીની પેશન પ્રો.મોટરસાયકલ રજી.નં. GJ-26-L-6297 પાર્ક કરી હતી.પરંતુ સવારે જોતા ત્યાં મોટરસાયકલ મળી આવી નહોતી.તેમજ આસપાસ શોધખોળ કરતા મોટરસાયકલ મળી આવી નહોતી.જે બાદ તા.24/09/2023 ના રોજ આનંદ વળવી એ ઈ -એફ.આઇ.આર.નોંધાવી હતી,પરંતુ આજદિન સુધી મોટરસાયકલ મળી આવી નથી.નિઝર પોલીસે આ મોટરસાયકલ ચોરી અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590