સોનગઢના ભરતનગર વિસ્તારમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગે ગયો અને ચોરટાઓ ઘરના તાળાં ટોળી ઘરમાં પ્રવેશ્યા તો ખરા પણ કશું હાથે ન લાગ્યું.
સોનગઢના ભરતનગર વિસ્તારમાં રહેતા મયુરભાઈ અનવરસિંહભાઈ ચૌધરી (હાલ રહે.ભરતનગર સોસાયટી શિવમ ગેસ્ટ હાઉસ ની પાસે સોનગઢ તા.સોનગઢ જી.તાપી,મૂળ રહે.પ્લોટ નં. ૯/બી, અભિલાષા સોસાયટી વ્યારા તા.વ્યારા જી.તાપી )જે ગત તારીખ ૧૪/૦૫/૨૦૨૩ ના રોજ સાંજના સાતેક વાગ્યેના સમયે ઘરના મુખ્ય દરવાજા ને તાળુ મારી પરિવાર સાથે નાનીચેર ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયા હતા.ત્યારે રાત્રીના આશરે સવા અગિયારેક વાગ્યાના સમયે મયુરભાઈ ના મોબાઇલ ઉપર તેમની સોસાયટીમાં રહેતા રાહુલ કોંકણી નો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે, તમારા ઘરના દરવાજા ખુલ્લા છે. તમે ક્યાં છો ?તેમ કહેતા મયુરભાઈ એ જણાવેલ કે તે લગ્નમાં આવેલા છે.પરંતુ તે બાદ મયુર ભાઈ અને કુટુંબ તરત જ ઘરે જવા માટે રવાના થયા હતા.તે પછી તે કુટુંબ સાથે નાનીચેર થી નીકળી ઘરે રાત્રીના આશરે બારેક વાગ્યાના સમયે ઘરે પહોંચ્યા હતા,ત્યારે તેમનો ઘરનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં પ્રવેશ કરી જોતા ઘરનો સરસામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને બેડરૂમ નો કબાટ ખુલ્લો હતો અને કબાટ ના ડ્રોવર પલંગ પર પડેલ હતા. પરંતુ સદનસીબે ઘરમાં કોઇ સોના ચાંદીના દાગીના કે રોકડ રકમ કે અન્ય કોઈ કિંમતી વસ્તુ મુકેલ ન હોવાથી ચોરના હાથે કઈ લાગ્યું નહોતું.
ઘરમાં કોઈ અજાણ્યા ઇસમે ઘરના મુખ્ય દરવાજા પર લગાવેલ તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરવાના ઇરાદાથી કોઇ અજાણ્યા ઇસમે પ્રયત્ન કરેલ હોય તેથી સોનગઢ પોલીસ મથકે , ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590