મહેશ પાડવી (પ્રતિનિધિ ) : કુકરમુંડા તાલુકાના પિશાવર ખાતે તું મારી સાથે આવવાની છે કે કેમ ?એમ કહી યુવકે વિધવાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તેમજ યુવકનાભાઈએ વિધવાના સસરા પર ધારીયા વડે હુમલો કરવા પ્રયત્ન કર્યો હતો. ત્યારે સમગ્ર મામલો નિઝર પોલીસ મથકે પહોંચ્યો હતો.
કુકરમુંડા તાલુકાના પિશાવર ખાતે રહેતી ગાયત્રી સંતોષ પાનપાટીલના પતિ સંતોષ પાનપાટીલ આશરે પાંચેક વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા.જે બાદ ગાયત્રીબેન તેમના ત્રણ બાળકો સાથે સાસરીમાં જ રહેતા હતા.ત્યારે ગાયત્રીબેન ઘરના પાછળના દરવાજાના પગથીયા ઉપર ઉભા હતા. તે વેળાએ ગામના જ ભગવાન સામા ભીલ ગાયત્રીબેન પાસે આવ્યા હતા ,અને તેણીનો જમણો હાથ પકડી કહેતો હતો કે, તું મારી સાથે આવવાની છે કે કેમ અને તું મારી સાથે નહી આવે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી,અપશબ્દો બોલી ગાયત્રીબેન નો હાથ પકડી ખેંચતો હતો.તે વખતે ગાયત્રીબેને બુમાબુમ કરતા આજુબાજુના માણસો તથા પરિવારના સભ્યો ત્યાં દોડી આવ્યા હતા. અને ગાયત્રી બેન ને છોડાવી હતી.ત્યારે ભગવાન ભીલ નો મોટો ભાઈ ભરત ધારીયુ લઇને આવ્યો હતો અને તેના ભાઈને કહેતો હતો કે, તમે આ ગાયત્રીબેન ને ઘરે લઈ આવવાના હતા.તેમ કહી હાથમાં રહેલ ધારીયા વડે ભરત ભીલ એ ગાયત્રીબેન ના સસરા ને મારવા પ્રયત્ન કર્યો હતો.પરંતુ ત્યાં હાજર માણસોએ ધાર્યું છોડાવી લેતા બંને ભાઈઓ નાસી છૂટયા હતા. ત્યારે સમગ્ર મામલાને લઈને ગાયત્રીબેને નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.નિઝર પોલીસે આ અંગે ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590