સોનગઢ ખાતે મોટરસાયકલને હોર્ન વગાડવા બાબતે વકીલ ને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.ત્યારે સમગ્ર મામલાને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
સોનગઢના વકીલ અજય સુરેશ ગામીત પોતાની મોટરસાયકલ રજી. નં.GJ-26-F-9177 લઇને સોનગઢ કોર્ટ થી કામ પતાવી ઘરે જતા હતા. તે વેળાએ વકીલના ઘરની પાસે ઇસ્લામપુરા પાસેના આર.સી.સી. રોડ ઉપર અહેમદ ગુલામ મુસ્તફા (રહે.સોનગઢ તા.સોનગઢ જી.તાપી)એ પોતાના કબજા ની સ્પ્લેન્ડર મોટર સાયકલ આર. સી.સી. રોડ ની વચો વચ ઉભી રાખી દીધી હતી.જેથી વકીલ અજય ગામીત એ હોર્ન વગાડયો હતો પરંતુ અહેમદ ગુલામ મુસ્તફા એ બાઈક સાઈડ માં લીધી નહોતી. ત્યારે વકીલ એ મોટરસાયકલ સાઇડમાં લેવા કહેતા અહેમદ ગુલામ મુસ્તફા દ્વારા અપ શબ્દો બોલવામાં આવ્યા હતા.જોકે વકીલના વ્યવસાય ધરાવતા હોવાથી વકીલ નો ડ્રેસ કોડ ઉપર હોય કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ઘરે જવા નીકળી ગયા હતા.ત્યારે અહેમદ ગુલામ મુસ્તફા પોતાની મોટર સાયકલ ઉપર વકીલના ઘર સુધી પાછળ પાછળ આવ્યો હતો અને વકીલના કુટુંબ પરિવારના સભ્યોને પણ અપશબ્દો બોલતો હતો,અને વકીલને કહ્યું હતું કે,વકીલ હોય તો શું થઈ ગયું તારો કોટ ઉતારી દેવા બીજી વાર મોટર સાયકલ નું હોર્ન માર્યો છે તો હાથ ટાટીયા તોડી નાખીશ અને પોલીસ ફરીયાદ કરશે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.બનાવ અંગે અજય ગામીતની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590