સોનગઢ તાલુકાના સીંગપુર ખાતે ખેતરના રસ્તા બાબતે ત્રણ ભાઈઓએ અદાવત રાખીને,એક વ્યક્તિના ઘરે જઈને ત્રણેય ભાઈઓએ માર માર્યો હતો.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સોનગઢના સીંગપુર ગામના નિલેશ રમણ ગામીત અને તેમના ગામના જ અનિલ કાંતીલાલ ગામીત,સુનિલ કાંતીલાલ ગામીત અને પ્રતાપ કાંતીલાલ ગામીતના ખેતર બોરીસવાર ગામની સીમમાં આવેલ છે. ખેતરો પૈકી નિલેશ ગામીતના ખેતરમાંથી આ ત્રણેય ભાઈના ખેતરમાં જવા માટેનો રસ્તો આવેલ છે.જે રસ્તા ઉપર નિલેશ ગામીત એ પાણી છોડી દેતા આ ત્રણેય ભાઈ ના ખેતરમાંથી શેરડીનો પાક ભરેલ ટ્રક નીકળી શકે તેમ નહોતો,તેથી આ બાબતે અદાવત રાખી ત્રણેય ભાઈઓ નિલેશ ના ઘરે ગયા હતા.અને ત્રણેય ભાઈઓ એ અપશબ્દો બોલી નિલેશને લાકડી અને હાથ વડે માર માર્યો હતો.ત્યારે નિલેશ ગામીત ને ઇજાઓ પહોંચી હતી.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.ઉકાઈ પોલીસ મથકે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590