વલોડ પોલીસે દાદરીયા ગામ ખાતેથી ગંજી પાનાનો પૈસા પર હાર જીતનો જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ પોલીસે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા હતા.અને સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા ૨૩,૭૩૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વાલોડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,દાદરીયા ગામ ખાતે મંદિર ફળીયાની સીમમાં એક ખેતર પાસે જાહેરમાં કેટલાક ઇસમો નીચે બેસી ગોળકુંડાળુ કરી ગંજી પાનાનો પૈસા પર હારજીતનો જુગાર રમે છે.હે બાતમીના આધારે વાલોડ પોલીસ સ્ટફના માણસોએ દાદરીયા ગામ ખાતે મંદિર ફળીયાની સીમમાં એક ખેતર પાસે રેડ કરી હતી.ત્યારે પોલીસે સ્થળ પરથી (૧)શીતલ સુમન ચૌધરી (રહે.બેડારાયપુર, તા.ડોલવણ જી.તાપી),(૨)રાજેન્દ્ર ઝીણા ગામીત,(રહે.દાદરીયા તા.વાલોડ જી.તાપી),(૩)કિશોર ગોગા શાહ(રહે.બુહારી તા.વાલોડ જી.તાપી) એમ મળી કુલ ત્રણ ને ઝડપી પાડયા હતા.તેમજ પોલીસને જોઈને સ્થળ પરથી નાસી છૂટનાર (૧)રમેશ રૂપલા ગામીત(રહે.દાદરીયા તા.વાલોડ જી.તાપી),(૨)રાજુ રૂપલા ગામીત(રહે.દાદરીયા તા.વાલોડ જી.તાપી),સુભાષભાઈ લાલાભાઈ ગામીત (રહે.દાદરીયા તા.વાલોડ જી.તાપી) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા પોલીસે સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા ૨૩,૭૩૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વાલોડ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590