વાલોડ તાલુકાના શિકેર ગામની સીમમાંથી પસાર થતા બારડોલી થી વાલોડ તરફ જતા સ્ટેટ હાઇવે પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા,16 વર્ષીય કિશોર સહિત ત્રણ મોતને ભેટયા હતા.
વાલોડ તાલુકાના હથુકા ગામના બંટી રમેશ હળપતિ (ઉ.વ.૨૦ રહે. હથુકા લાદીયા ફળીયું તા.વાલોડ જી.તાપી ) પોતાની મોટરસાયકલ રજી.નં. GJ-05-ML-3486 પર સવાર થઈ અંકિત મહેન્દ્ર નાયકા (ઉ.વ.૧૬) સાથે શીકેર દેલવાડા તરફથી વાલોડ જઈ રહ્યા હતા.શિકેર ગામની સીમમાંથી પસાર થતા બારડોલી થી વાલોડ તરફ જતા સ્ટેટ હાઇવે ૧૮૭ પરથી પસાર થતી વેળાએ હિરો હોન્ડા CD ડિલ્કસ મોટરસાયકલ રજી.નં.GJ-05-HN-1855 ના ચાલક અરવિંદ દિનેશ નાયકા (ઉ.વ.૨૨ રહે.શિકેર જાબુડા ફળીયું તા.વાલોડ જી.તાપી)એ પોતાના કબ્જા ની મોટર સાયકલ પુરઝડપે ને ગફલત ભરી રીતે હંકારી લાવી બંટી હળપતિ ની મોટર સાયકલને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બંટી હળપતિ ને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું તથા તેની સાથે બેસેલ અંકિત નાયકાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.તેમજ અરવિંદ નાયકાનું પણ મોત નિપજ્યું હતું.વાલોડ પોલીસ એ અકસ્માત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590