સોનગઢ પોલીસે ઈસ્લામપુરા ખાતેથી ગેરકાયદેસર રીતે ગૌ માંસ નુ વેચાણ કરનાર એક ઈસમની અટકાયત કરી હતી.તેમજ ગૌ માંસ ખરીદનાર બે ઇસમોની અટકાયત કરવામાં આવી હતી.અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,સોનગઢ ઈસ્લામપુરા ખાતે રહેતા રફીક શબીર મલેક પોતાના ઘરે ગૌ-વંશનુ માંસનુ વેચાણ કરે છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢના ઇસ્લામપુરા ટેકરા ખાતે રફીક શબીર મલેકના ઘરે રેડ કરી હતી.ત્યારે ત્યાં મકાનમાં ગૌ-વંશના માસનુ વેચાણ કરનાર રફીક શબીર મલેક સાથે ૧૪ કિલો નું ગૌવંશનું માંસ મળી આવ્યું હતું.તેમજ ગૌવંશનું માંસ ની ખરીદી કરનાર નસીમ ઇસ્માઇલ મંમદ અબારીસ (હાલ રહે.સોનગઢ તા.સોનગઢ જી.તાપી મૂળ રહે.જોખનપુર બહેડી,માહીગીર મહોલ્લા તા.બહેડી થાણા બહેડી જી.બરેલી યુ.પી.) અને શાબીર શાહબુદ્દીન મંન્સુરી (રહે.સોનગઢ મુસ્લીમ ફળીયુ મોટી મસ્જિદ પાસે તા.સોનગઢ જી.તાપી) ઝડપાયા હતા.જે બાદ પોલીસે આ ત્રણેય ઇસમોની અટકાયત કરી હતી.અને ગૌવંશનું માસ આપનાર બાદશાહ ખલીલ ખાન તથા સુલતાન ખલીલ ખાન (બંને રહે.નવાપુર, ઇદગાહ પાસે, તા.નવાપુર, જી.નંદુરબાર મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સોનગઢ પોલીસે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590