વાલોડ તાલુકાના પેલાડ બુહારી ખાતે એકલવાયા જીવનથી કંટાળી જઈ ૮૪ વર્ષીય વૃદ્ધ એ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું હતું.તાપી જિલ્લાના વાલોડ તાલુકાના પેલાડ બુહારી ખાતે રહેતા કેશવ પ્રેમા ભંડારી (ઉ.વ. ૮૪ રહે, પેલાડ બુહારી, મોરા ફળીયુ તા.વાલોડ જી.તાપી)છેલ્લા વીશેક દિવસથી એકલા રહેતા હતા.જેથી એકલવાયા જીવનથી કંટાળી ને આવેશમાં આવીને વૃધ્ધ એ પોતાની જાતે ઘરમાં આડીયા સાથે નાયલોન દોરી બાંધી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવ્યું હતું.વાલોડ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590