તાપી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે.વરસાદની ધમાકેદાર એન્ટ્રી થી નદી નાળામાં નવા નીર આવ્યા છે.પાંચ દિવસથી સતત વરસતા વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર વૃક્ષો પડી ગયા હતા.જેને દૂર કરવાની કામગીરીમાં તંત્ર જોતરાયું હતું.તાપીમાં વ્યારાના સેવાસદનની પાસે હેલીપેડ નો રસ્તો, વ્યારા તાલુકાના માલોઠા ગામ તરફનો રસ્તો,ઉકાઈ બોરદા રોડ, સહિત વિવિધ માર્ગો ઉપર આવા બનાવો બન્યા હતા.તંત્ર દ્વારા હાલ આ રસ્તાઓ ખુલ્લા કરી રાબેતા મુજબ વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590