સોનગઢ પોલીસે પાંખરી થી વાંકવેલ તરફ આવતા રોડ પર ગેરકાયદેસર પાસ પરમીટ વગર લઈ જવાતા દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પાડયા હતા.તેમજ કુલ કિંમત રૂપિયા ૭૪,૬૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,પાંખરી ગામ થી વાંકવેલ ગામ તરફ એક બ્લ્યુ કલરની નંબર વગરની જ્યુપીટર મો.સા.પર બે ઈસમ ડીક્કીમાં તથા મોટર સાયકલ ઉપર દારૂનો જથ્થો લઈ આવનાર છે.જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ પાંખરી થી વાંકવેલ તરફ આવતા રોડ પર વોચ ગોઠવી હતી.તે વેળાએ નંબર પ્લેટ વગરની બ્લ્યુ કલરની TVS કંપનીની જ્યુપીટર ૧૨૫ મોટરસાયકલ આવતા પોલીસે તેને ઊભી રાખી હતી.અને તેની તપાસ કરી હતી ત્યારે પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે બાઈક સવાર રોહિત રાણા ભરવાડ (ઉ.વ.૨૨,૨હે.શ્રીરામ નગર સોનગઢ તા.સોનગઢ, જી.તાપી) અને સાગર પ્રફુલ સોનવણે (ઉ.વ.૨૩ રહે.પંચવટી ઉકાઈ રોડ તા.સોનગઢ જી.તાપી)ની અટક કરી હતી.તેમજ પોલીસે કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૯,૬૦૦/- તથા મોબાઈલ નંગ-૦૨ જેની કિંમત રૂપિયા ૧૦ હજાર તથા મોટરસાયકલ જેની કિંમત રૂપિયા ૫૫ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૭૪,૬૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો ભરી આપનાર નવાપુર (મહા.) ખાતે આવેલ કાકા વાઈન શોપ માં કામ કરતો એક ઈસમ અને દારૂનો જથ્થો મંગાવનાર ધર્મેશ પટેલ (રહે.બારડોલી)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સોનગઢ પોલીસ એ આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590